તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ કપિલ શર્મા:ડિજિટલ ડેબ્યૂ માટે કોમેડિયન કપિલ શર્માએ 11 કિલો વજન ઘટાડ્યું, અર્ચના પૂરણ સિંહ-ગોવિંદાએ મજાક ઉડાવી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા'નો હોસ્ટ કપિલ શર્મા હાલમાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. કપિલ શર્મા ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. વેબ શો માટે કપિલ શર્માએ 11 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. કપિલ શર્માના શોના સેટ પર ગોવિંદાની સામે કોમેડિયને આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. કપિલે આ વાત કહી પછી તેની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી.

ગોવિંદા થોડાં દિવસ પહેલાં જ શોમાં ગેસ્ટ બનીને આવ્યો હતો. આ શો દરમિયાન તેણે કરિયર તથા અંગત જીવનની રસપ્રદ વાતો શૅર કરી હતી. હાલમાં જ ગોવિંદાના એક ફૅન પેજ પર કપિલ શર્માના શોના સેટનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયો અર્ચના પૂરણ સિંહે બનાવ્યો છે. બિહાઈન્ડ ધ સીન વીડિયોમાં ગોવિંદા ટીમની સાથે મસ્તી, મજાક તથા વાતચીત કરતો જોવા મળે છે. આ દરમિયાન કપિલ શર્મા કહે છે કે તેણે પોતાના વેબ શો માટે 11 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.

વીડિયોમાં અર્ચના પૂરણ સિંહે કપિલને તેની વેટ લોસ જર્ની અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં કોમેડિયને કહ્યું હતું, 'હું 92 કિલોથી 81 કિલો પર પહોંચી ગયો છું.' આ સાથે જ કપિલે મજાક કરતાં કહ્યું હતું કે તેણે આ ટ્રાન્સફોર્મેશન વેબ શો માટે કર્યું છે. આ સાંભળીને ગોવિંદાએ કપિલની નકલ ઊતારી હતી. આ જોઈને અર્ચનાએ કહ્યું હતું કે તું ચીચી (ગોવિંદા) જેટલો ફિટ કયારેય થઈ શકીશ નહીં.

20 કરોડ ફી મળી હોવાની ચર્ચા
'કપિલ શર્મા શો'ના હાલમાં જ પ્રસારિત થયેલા એક એપિસોડમાં કૃષ્ણા અભિષેકે શત્રુધ્ન સિંહાને કહ્યું હતું કે ડિજિટલ ડેબ્યૂ માટે કપિલને 20 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે, આ વાત સાચી છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો