તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમેડિયન ભારતીની સફર:ભારતી સિંહનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું, ભરપેટ ભોજન પણ મળતું નહોતું, હવે વર્ષે 10 કરોડ રૂપિયા કમાય છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ દરોડા પાડ્યા છે. તેમના ઘરેથી ગાંજો મળ્યા હોવાના સમાચાર છે.

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારતી ઘણી ફેમસ છે. 2019માં ફોર્બ્સના સૌથી વધારે કમાણી કરનારા સ્ટાર્સના લિસ્ટમાં તે 82માં નંબરે હતી. ભારતી સિંહની વાર્ષિક આવક 10.93 કરોડ રૂપિયા છે. આ કપલ અત્યારે સોની ટીવી પર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે. આ ઉપરાંત તે ‘ધ કપિલ શર્મા’ શોમાં પણ દેખાઈ રહી છે.

‘લલ્લી’ના રોલથી ફેમસ થઇ હતી
ભારતીને મૂળ ઓળખ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ(2008)’ની ચોથી સીઝનમાં મળી હતી. આ શોમાં તે ફાઈનલમાં સેકન્ડ રનર અપ રહી હતી. શોમાં તેણે પ્લે કરેલા કેરેક્ટરનું નામ ‘લલ્લી’ હતું, આ કેરેક્ટર દર્શકોને ઘણું ગમ્યું હતું.

ભારતી સિંહે 'ધ કપિલ શર્મા શૉ', 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' જેવા શૉમાં એક્ટિંગ પ્લસ એન્કરિંગ કર્યું છે. તે કૃષ્ણા અભિષેક સાથે ‘કોમેડી નાઈટ્સ બચાઓ’ અને ‘કોમેડી નાઈટ્સ લાઈવ’ પણ કરી ચૂકી છે.

ભારતીએ પંજાબી ફિલ્મ ‘એક નૂર’, ‘યમલે જાટ યમલે’ અને ‘જાટ એન્ડ જુલિએટ’માં પણ કામ કર્યું છે. અક્ષય કુમાર સાથે બોલિવૂડ ફિલ્મ ‘ખિલાડી 786’ અને પુલકિત સમ્રાટ-યામી ગૌતમ સ્ટારર ‘સનમ રે’માં પણ દેખાઈ ચૂકી છે.

ગરીબીમાં બાળપણ વીત્યું
ભારતીનું બાળપણ ગરીબીમાં વીત્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ભારતી સિંહે કહ્યું હતું, ‘હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ-બહેન છીએ. મારી માતાએ 17 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને તમે વિશ્વાસ નહિ કરો કે તે 23 વર્ષની ઉંમરે 3 બાળકોની માતા હતા.

મેં મારા પિતાને 2 વર્ષની ઉંમરે ખોઈ દીધા હતા. માટે તેમની સાથે જોડાયેલી કોઈ યાદ મારી પાસે નથી. માતાએ બીજીવાર લગ્ન કરવાના બદલે અમારા માટે સ્ટ્રગલ કરવાનો રસ્તો પસંદ કર્યો. મારું મોટાભાગનું બાળપણ ગરીબીમાં પસાર થયું. મોટા ભાઈ-બહેનના દિવસ-રાત અમારા માટે સુરક્ષિત છત અને જમવાનું ભેગું કરવામાં જતા હતા. ઈનફેક્ટ કોઈવાર તો અમારે અડધું પેટ ભરાય એટલું ભોજન ખાઈને સૂવું પડતું હતું.’

ભારતીના પરિવારની વાત કરીએ તો તેનો ભાઈ ધીરજ સિંહ અમૃતસરમાં જનરલ સ્ટોર ચલાવે છે. જ્યારે મોટી બહેન પિંકી રાજપૂત પણ અમૃતસરમાં જ સેટલ થઇ ગઈ છે.

હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં
ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતી હર્ષથી 7 વર્ષ મોટી છે. બંનેએ લગભગ 7 વર્ષ ડેટિંગ કર્યા બાદ એકબીજાને પાર્ટનર તરીકે પસંદ કર્યા હતા. હર્ષે ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિકના ડાયલોગ લખ્યા હતા. આ સિવાય ફિલ્મ ‘મલંગ’ના ટાઇટલ ટ્રેક પણ તેણે લખ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો