ફેટ ટુ ફિટ:કોમેડિયન ભારતી સિંહે 15 કિલો વજન ઉતાર્યું, કેવી રીતે 91થી 76 કિલોની થઈ?

મુંબઈ4 મહિનો પહેલા
  • ભારતી સિંહ વજન ઘટાડ્યા બાદ ઘણી જ ક્યૂટ લાગે છે.

કોમેડિયન ભારતી સિંહના નવા અવતારે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભારતી પહેલાં કરતાં ખાસ્સી એવી પાતળી લાગે છે. ભારતીએ અંદાજે 15 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. હાલમાં જ ભારતી સિંહે પોતાની ફેટ ટુ ફિટની જર્ની અંગે વાત કરી હતી.

શું કહ્યું ભારતીએ?
ભારતીએ કહ્યું હતું, 'મારું વજન પહેલાં 91 કિલો હતું અને હવે 76 કિલો જેટલું થયું છે. મને પણ નવાઈ લાગે છે. જોકે, હું ફિટ અને હેલ્થી બનીને ઘણી જ ખુશ છું. હવે મને શ્વાસ ચઢતો નથી અને હળવું હળવું લાગે છે. ડાયાબિટિસ તથા અસ્થમા પણ કંટ્રોલમાં આવી ગયા છે. હું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરું છું. આ ડાયટમાં હું સાંજના સાતથી સવારના 12 વાગ્યા સુધી કંઈ જ લેતી નથી. 12 વાગ્યા પછી જ જમું છું. મારી બૉડી પણ હવે સાંજના સાત પછી ડિનર લઈ શકતી નથી. હું છેલ્લાં 30-32 વર્ષમાં ઘણું જ જમી છું. ત્યારપછી એક વર્ષ સુધી મારી બૉડીને ટાઇમ આપ્યો અને પછી બૉડી આ રીતે કામ કરતા ટેવાઈ ગઈ છે.'

વધુમાં ભારતી સિંહે કહ્યું હતું, 'હવે હું એકદમ સારી બની ગઈ છું. લૉકડાઉને અનેક બાબતો શીખવી છે. લૉકડાઉનમાં પરિવારનું મહત્ત્વ સમજાયું અને પોતાની જાતને પ્રેમ કરતાં શીખી. તમે છો તો પરિવાર છે અને કામ છે. જો તમે તમારી જાતને પ્રેમ નહીં કરો તો બીજા કોઈ તમને પ્રેમ કરશે નહીં. પોતાની જાતને પ્રેમ કરીને બહુ જ સારું લાગે છે. સ્ક્રિન પર મારી જાતને જોવી પણ ગમે છે. મારી બૉડીએ ઘણું જ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આજે જ્યારે હું મારી જાતને જોઉં છું તો લાગે છે મારું મોં કેટલું પાતળું થઈ ગયું અને હું કેટલી પાતળી લાગી છું.'

ભારતીએ આગળ કહ્યું હતું કે વજન ઘટાડ્યા બાદ પણ લોકોને તેને ક્યૂટ કહે છે. જ્યારે તેનું વજન વધારે હતું ત્યારે પણ તેને ક્યૂટ જ કહેવામાં આવતી. કોઈ સીધેસીધું કહી તો ના દે કે તે જાડી છે. આથી જ તેને ક્યૂટ કહેવામાં આવી હતી તો કેટલાંક તેને બબલી ગર્લ કહેતા. જોકે, કોઈ તેને જાડી કહે તે પહેલાં જ તેણે જાતે જ પોતાના વજનની મજાક ઉડાવી હતી. તે પોતાની જાતને હાથી કે ગેંડાનું બચ્ચુ કહેતી હતી. આ વાત સાંભળીને દરેક લોકો હસી પડતા હતા. હવે બધા જ તેને એમ કહે છે કે તે કેટલી પાતળી થઈ ગઈ છે. જોકે, વજન ઘટાડ્યા બાદ પણ લોકો તેને પાતળી કહે છે. તેને લાગે છે કે લોકોને તે ક્યારેય હોટ લાગી નહીં અને તે પણ પોતાની જાતને હોટ ગણાવવા માગતી નથી. તે ક્યૂટ બનીને ખુશ છે.

પતિ ક્યારેક ગુસ્સે થઈ જાય છે
ભારતી સિંહ હાલમાં કપિલ શર્માના શોમાં તથા 'ડાન્સ દીવાને'માં કામ કરી રહી છે. ભારતીએ કહ્યું હતું, 'મારા પતિ હર્ષને પણ મારો નવો અવતાર ગમ્યો છે, પરંતુ જ્યારે હું બહારનું જમવાની ના પાડી દઉં ત્યારે તે ગુસ્સે થી જાય છે. તેને મારું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ પસંદ નથી અને તે બંધ કરવાનું કહે છે. મારા ગાલ, ડબલ ચિન, પેટ પરની ચરબી ખાસ્સી ઘટી ગઈ છે અને તેને હવે ખેંચવા મળતી નથી. તેથી જ તે ગુસ્સે થઈ જાય છે.'

અન્ય સમાચારો પણ છે...