નામકરણ:કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિએ દીકરાનું નામકરણ કર્યું, વાજતેગાજતે જાહેરાત કરી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા

ફેમસ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ અને ટીવી હોસ્ટ હર્ષ લિમ્બાચિયાએ 3 એપ્રિલ 2022ના રોજ પોતાના પહેલા બેબીનું સ્વાગત કર્યું હતું. કપલ અત્યારે દીકરાની સાથે પેરેન્ટહૂડની દરેક ક્ષણ એન્જોય કરી રહ્યું છે. ભારતી અને હર્ષ પોતાના રસપ્રદ વીડિયો અને વ્લોગ દ્વારા ફેન્સને પોતાના જીવન વિશે અપડેટ રાખે છે. શરૂઆતમાં ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ શેર કર્યું હતું કે તેઓ પોતાના બાળકને પ્રેમથી ગોલા કહે છે. જો કે, હવે કોમેડિયને દીકરાનું નામ જાહેર કરી દીધું છે.

રિપોર્ટ પ્રમાણે, પોતાના એક વીડિયોમાં ભારતીએ શેર કર્યું કે, તેનો દીકરો તેની માતા અને પિતાને કામ કરતા જોવા માટે ટેવાયેલો છે. કોમેડિયન ભારતીએ વધુમાં ઉમેર્યું હતું કે, 'લક્ષ્ય' પણ જન્મ પહેલા કામ કરી રહ્યો હતો. ભારતીના આ સ્ટેટમેન્ટથી સ્પષ્ટ થઈ ગયું છે, તેણે પોતાના દીકરાનું નામ 'લક્ષ્ય' રાખ્યું છે.

26 મે 2022ના રોજ ભારતીએ પોતાની યુટ્યુબ ચેનલ ‘Life of Limbachiyaas (LoL)’ પર એક વ્લોગ શેર કર્યો હતો, જેમાં તેણે પોતાના દીકરા ગોલાની પહેલી હવાઈ મુસાફરી બતાવી હતી. આ તેમના દીકરાની પહેલી હવાઈ મુસાફરી હતી. ભારતી અને હર્ષ પોતાના વીડિયોથી તેમના ફેન્સનું મનોરંજન કરતા રહે છે.

ભારતી અને હર્ષ છેલ્લે ‘હુનરબાઝ’ અને ‘ધ ખતરા’ શોમાં જોવા મળ્યા હતા. ભારતીએ પોતાના બાળકને જન્મ આપ્યાના 11 દિવસની અંદર કામ પર પરત ફરી હતી. જ્યાં ઘણા લોકોએ તેના આ કામની પ્રશંસા કરી, તો કેટલાક લોકોએ બાળકને સમય ન આપવા અને પૈસાની પાછળ ભાગવા માટે તેણે ટ્રોલ કરી હતી.

2017માં લગ્ન કર્યા હતા
ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. હર્ષે 'PM નરેન્દ્ર મોદી બાયોપિક'ના સંવાદો લખ્યા હતા. આ ઉપરાંત તેણે 'મલંગ'નું ટાઇટલ ટ્રેક પણ લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...