ન્યૂ જર્ની:કોરિયોગ્રાફર અને એક્ટર પુનિત પાઠકે ગર્લફ્રેન્ડ નિધિ સાથે લોનાવાલામાં લગ્ન કર્યાં, કોમેડિયન ભારતી સિંહ, હર્ષ સહિત અન્ય મહેમાનો હાજર હતા

એક વર્ષ પહેલા

કોરિયોગ્રાફર અને એક્ટર પુનિત પાઠકે તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નિધિ સિંહ સાથે શુક્રવારે લગ્ન કરી લીધા છે. લોનાવાલામાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન થયાં હતાં. આ સેરેમનીમાં કોમેડિયન ભારતી સિંહ, તેનો પતિ હર્ષ અને યશ્વીની સહિત અનેક સેલેબ્સ પણ હાજર હતા.

કપલ પુનિત અને નિધિએ સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા ફોટોઝ અને વીડિયોઝ શેર કર્યા છે. ભારતી સિંહે પણ કપલનો વીડિયો પોસ્ટ કરી શુભકામના આપી હતી.

પુનિત અને નિધિએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તેઓ બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને 'ઝલક દિખલા જા'ના સેટ પર મળ્યા હતા ત્યારબાદ ટીવી શો 'દિલ હૈ હિન્દુસ્તાની'માં સાથે કામ કર્યું હતું. પુનિતે હાલમાં સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ સ્ટારર 'ભૂલા દૂંગા' સોન્ગ ડિરેક્ટ કર્યું હતું.