જજમેન્ટ:ચાહત ખન્નાના પતિ ફરહાન શાહરૂખ મિર્ઝાને સુપ્રીમ કોર્ટે રાહત આપી, એક્ટ્રેસે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ યૌન સંબંધનો આરોપ લગાવ્યો હતો

એક વર્ષ પહેલા
  • હવે આ મામલે આગામી સુનાવણી 8 નવેમ્બરે થશે

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાના પતિ ફરહાન શાહરૂખ મિર્ઝાને રાહત આપી દીધી છે. ચાહતે પોતાના પતિની વિરુદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ યૌન સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત ચાહતે એવું પણ કહ્યું હતું કે તેને તેના પતિના આવા કૃત્યો કરતા વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

જજે પોતાના આદેશમાં ધરપકડ પર રોક લગાવી દીધી
જજ અજય રસ્તોગી અને જજ અભય એસ.ઓકાએ પોતાના આદેશમાં કહ્યું, 8 નવેમ્બર, 2021 ના ​​રોજ જારી કરવામાં આવેલી નોટિસને પાછી લેવી યોગ્ય... આ દરમિયાન FIR નંબર 431/2018માં અરજદારની ધરપકડ સ્થગિત રહેશે. પોલીસ સ્ટેશન ઓશિવારા, જિલ્લો મુંબઈ, બીજા આદેશ સુધી. અરજદાર ચાલુ તપાસમાં સહકાર આપશે.

ચાહત ખન્નાને ટીવી સિરિયલ ‘બડે અચ્છે લાગતે હે’ દ્વારા પોપ્યુલારિટી મળી હતી
ચાહત ખન્નાને ટીવી સિરિયલ ‘બડે અચ્છે લાગતે હે’ દ્વારા પોપ્યુલારિટી મળી હતી

હવે આ મામલે આગામી સુનાવણી 8 નવેમ્બરે થશે. દ્વારા તેની વચગાળાની જામીનને ફગાવવાના આદેશને પડકારતા મિર્ઝાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જણાવી દઈએ કે ચાહત ખન્ના લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે અને ઘણા પોપ્યુલર ટીવી શોનો ભાગ રહી ચુકી છે. ચાહત એક સિંગલ મધર છે.

ચાહતે 8 ફેબ્રુઆરી 2013ના રોજ મિર્ઝાની સાથે લગ્ન કર્યા હતા
ચાહતે 8 ફેબ્રુઆરી 2013ના રોજ મિર્ઝાની સાથે લગ્ન કર્યા હતા

લગ્ન બાદ ચાહતને સમજાયું કે મિર્ઝા ડ્રગ એડિક્ટ છે
ચાહતે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે તેને 8 ફેબ્રુઆરી 2013ના રોજ મિર્ઝાની સાથે લગ્ન કર્યા હતા, જેમાં તેને જણાવ્યું હતું કે તે ગ્રીન વ્હીલ કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક છે અને તે પર્યાપ્ત બેંક બેલેન્સવાળો આર્થિક રીતે મજબૂત વ્યક્તિ હતો. જો કે, લગ્ન બાદ તેને કહ્યું કે તેને સમજાયું કે મિર્ઝા એક ડ્રગ એડિક્ટ છે અને તેની પાસે કરવા માટે કોઈ કામ નથી અને તેને પોતાના ફાઈનાન્શિયલ સ્ટેટસની ખોટી તસવીર બતાવી હતી.

ચાહત ખન્નાને ટીવી સિરિયલ ‘બડે અચ્છે લાગતે હે’ દ્વારા પોપ્યુલારિટી મળી હતી અને 2 બાળકની સિંગલ મધર ચાહત લાંબા સમયથી કામની શોધમાં છે. એ ઉપરાંત તે કપડાંનો બિઝનેસ પણ કરે છે.