એક્ટરની મુશ્કેલી વધી:સાહિલ ખાન પર મનોજ પાટિલને સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ દાખલ, એક્ટરે કહ્યું- સુસાઇડ નોટમાં લખેલું બધું જ ફૅક છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોજ પાટિલે 16 સપ્ટેમ્બરના રોજ ઘરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

સાહિલ ખાન પર મોડલ તથા બૉડી બિલ્ડર મનોજ પાટિલને સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાહિલ સહિત અન્ય ત્રણ લોકો વિરુદ્ધ આ કેસ કરવામાં આવ્યો છે. પાટિલના પરિવારે કહ્યું હતું કે બૉડી બિલ્ડરે સાહિલ ખાન વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે સાહિલ ખાન તેને હેરાન કરે છે.

કાનૂની પગલાં ભરીશ
સાહિલ ખાને પોતાનું નામ આવતા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ આખો કેસ મનોજ તથા રાજ ફૌજદાર વચ્ચેનો છે. તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર રાજને મળ્યો હતો. તે દિલ્હીનો છે અને તેણે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં રાજે કહ્યું હતું કે મનોજ પાટિલે તેની પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા અને એક્સપાયર્ડ સ્ટેરોઇડ વેચ્યા હતા. ત્યારબાદ તેને હાર્ટ તથા સ્કિનની સમસ્યા થઈ હતી.

રાજની પાસે ટ્રાન્ઝેક્શનના તમામ બિલ તથા રિસિપ્ટ છે. તે સો.મીડિયામાં સપોર્ટ ઈચ્છતો હતો અને તેણે સો.મીડિયામાં વીડિયો પોસ્ટ શૅર કરીને રાજને સપોર્ટ કરવાની અપીલ કરી હતી. તેણે રાજને સ્ટેરોઇડ લેવાની પણ ના પાડી હતી. ફૌજદારે કહ્યું હતું કે મનોજ પાટિલ પૈસા પરત આપતો નથી. તેણે પૈસા માટે પોતાની બાઇક પણ વેચી નાખી હતી. સાહિલે એમ પણ કહ્યું હતું કે તે લીગલ એક્શન લેશે. સાહિલે મનોજ પર આક્ષેપ કર્યો છે કે તે ડ્રગ રેકેટ ચલાવે છે અને સુસાઇડ નોટમાં લખેલી તમામ વાતો ફૅક છે.

મનોજ હોસ્પિટલમાં એડમિટ
મનોજ પાટિલે ગુરુવાર, 16 સપ્ટેમ્બરના રોજ ઓશિવારા સ્થિત પોતાના ઘરે ઊંઘની દવાઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પાટિલના સૈલીલા ભવન સ્થિત ઘરમાં બપોરે 12.30થી 1ની વચ્ચે બની હતી. પરિવારના સભ્યો તેને કૂપર હોસ્પિટલ લઈ ગયા હતા અને અહીંયા તેની સારવાર ચાલી રહી છે.

મનોજ પાટિલ
મનોજ પાટિલ

મનોજ, સાહિલ માટે કામ કરતો હતો
સાહિલે કહ્યું હતું કે મનોજ છેલ્લાં કેટલાંક સમયથી તેના કોન્ટેક્ટમાં હતો અને તેના માટે કામ કરતો હતો. તે 10 હજાર રૂપિયા આપતો હતો. તે તેની પ્રોડક્ટને સો.મીડિયામાં શૅર કરીને પ્રમોટ કરતો હતો.