તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર ભૂમિપૂજનનો આનંદ:ટીવી શો ‘રામાયણ’ના રામ બોલ્યા, ‘મહાન પ્રયત્નોથી આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું’,સીતાએ કહ્યું, ‘આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ’

એક વર્ષ પહેલા

દેશમાં રામ મંદિર ભૂમિપૂજનને લઇને ચારેકોર તહેવાર જેવો નજરો છે. બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર આ દિવસ માટે પોતાની ભાવનાઓને વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ટીવી શો ‘રામાયણ’ના રામ અને સીતાએ પણ પોસ્ટ કરીને પોતાની ભાવના જણાવી છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે.

અરુણે કહ્યું ‘એક દિવ્ય યુગનો શુભારંભ થઇ થશે’
રામનું પત્ર ભજવનારા અરુણ ગોવિલે ભગવાન રામના મંદિરના શિલાન્યાસ અને ભૂમિ પૂજનને લઇને પોતાની ખુશી જાહેર કરતા ટ્વીટમાં લખ્યું કે, ‘ભગવાન શ્રીરામના શિલાન્યાસની રાહ સમગ્ર લોકો કરી રહ્યા છે. અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે એક દિવ્ય યુગનો શુભારંભ થઇ જશે. દરેક રામ ભક્તોને મારી કોટિ કોટિ નમન. તમારા બધાના મહાન પ્રયત્નોથી આ દિવસ જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. જય શ્રીરામ.’

‘એવું લાગે છે આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ’
અરુણ પછી સીતાનો રોલ નિભાવનારા દીપિકા ચિખલિયાએ પણ રામમંદિરઅન ભૂમિપૂજન પર ગઈકાલે પોતાની ખુશી ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરી છે. તેમણે લખ્યું કે, ‘કાલે રામ જન્મ ભૂમિ પર મંદિરનો શિલાન્યાસ થશે. આખરે લાંબા સમયની રાહનો અંત આવ્યો. રામલ્લા ઘરે પરત આવી રહ્યા છે. તેનો એકદમ અદ્દભૂત અનુભવ થવાનો છે. એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ. આ બધું વિચારીને હું ભાવુક થઇ રહી છું. આવતીકાલની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છું.’

22 માર્ચથી દેશમાં જાહેર કરેલા લોકડાઉન દરમિયાન 33 વર્ષ પછી ડીડી નેશનલ પર રામાયણ શો ફરીથી ટેલીકાસ્ટ થયો હતો. આ શોએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 16 એપ્રિલે આ શોને 7.7 કરોડ દર્શકોએ જોયો હતો. જનતાની વિશેષ માગ પર રામાયણનું રિ-ટેલીકાસ્ટ 28 માર્ચથી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...