તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણકારો સાથે છેતરપિંડી:'કુમકુમ' ફૅમ અનુજ સક્સેનાની ધરપકડ, ઈનવેસ્ટર્સના 141 કરોડ પડાવી લેવાના 9 વર્ષ જૂના કેસમાં સોમવાર સુધી EOW પૂછપરછ કરશે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

'કુસુમ', 'કુમકુમ' જેવી સિરિયલ્સના લોકપ્રિય એક્ટર અનુજ સક્સેનાની મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે ગુરુવાર, 29 એપ્રિલના રોજ ધરપકડ કરી હતી. અનુજ પર રોકાણકારોના 141 કરોડ રૂપિયા પડાવી લેવાનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે આ કેસ 9 વર્ષ જૂનો છે. EOCએ ફાર્મા કંપનીના COO તરીકે તેની ભૂમિકાની તપાસ કરવા માટે ધરપકડની માગણી કરી હતી.

ખાસ કોર્ટે આદેશ આપ્યો
કેસની સુનાવણી કરતાં વિશેષ ન્યાયાધીશ અભિજીત નંદગાંવકરે કહ્યું હતું કે અનુજ કંપનીમાં ઉચ્ચ પદ પર એટલે કે COO છે. તેનો અર્થ એ થયો કે તે કથિત રીતે છેતરપિંડી અંગે જાણતો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે તપાસ દરમિયાન આ વાતની માહિતી મેળવી શકાય તેથી તેને સોમવાર સુધી EOWની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જોકે, અનુજે એમ કહીને વિરોધ કર્યો હતો કે તે એક ચિકિત્સા વ્યવસાયી છે અને તેની એક કંપનીકિટ તથા સેનિટાઈઝર બનાવે છે, જે કોરોના દરમિયાન જરૂરી છે.

આ છે સમગ્ર કેસ
અનુજ પર છેતરપિંડી તથા અપરાધિક ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસ એક રોકાણકારે દાખલ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 2012માં કંપની રોકાણ કરવાથી લાભદાયક રિટર્નનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મેચ્યોરિટી2015માં જમા રાશિ પર કંપનીએ કોઈ જવાબ આપ્યો નહીં. અનુજ સક્સેનાએ લેખિતમાં ગેરંટી આપી હતી કે આ રાશિ પરત કરી દેવામાં આવશે. જોકે, રોકાણકારોને પૈસા આપવામાં આવ્યા નહીં. અનુજે દાવો કર્યો હતો કે તેને 2015માં કંપનીનો COO બનાવવામાં આવ્યો હતો અને તે પહેલાંની લેવડ-દેવડ અંગે તેને કોઈ માહિતી નથી.

તપાસ અટાકવવા માટે લાંચ આપી હતી
અનુજની કંપની એલ્ડર ફાર્માસ્યુટિકે એક સ્કીમ બહાર પાડી હતી, જેમાં લગભગ 24 હજાર ઈન્વેસ્ટર્સ તથા કંપનીએ પૈસા રોક્યા હતા. આ જ રીતે અંદાજે 175 કરોડ રૂપિયા ભેગા થયા હતા અને પછી પરત આપવાની ના પાડી દીધી હતી.અનુજે બંસલને તપાસ કરતાં અટકાવવા માટે 9 લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ વાતની જાણ થતાં કોર્પોરેટ અફેર્સના DG બી કે બંસલની CBIએ ધરપકડ કરી હતી. થોડાં દિવસ બાદ બંસલની પત્ની તથા દીકરીએ સુસાઈડ કર્યું હતું.

'કુસુમ' સિરિયલમાં નૌશીન અલી સરદાર સાથે અનુજ
'કુસુમ' સિરિયલમાં નૌશીન અલી સરદાર સાથે અનુજ

2017માં અનુજે સરેન્ડર કર્યું હતું
આ કેસની સુનાવણી દરમિયાન અનુજે દિલ્હી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. દિલ્હી હાઈકોર્ટે અનુજને 17 ફેબ્રુઆરી, 2017 સુધી સરેન્ડર કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ તે વિશેષ ન્યાયાધીશ ગુરદીપ સિંહની સામે હાજર થયો હતો.

અનુજના ટીવી કરિયરની વાત કરીએ તો 'કુસુમ', 'કુમકુમ', 'રિશ્તો કી ડોર', 'કુછ પલ સાથ તુમ્હારા', 'સારા આકાશ', 'સોલહ શ્રૃંગાર', 'ડોલી સજા કે રખના' જેવા શોમાં જોવા મળ્યો હતો. છેલ્લે 2008માં ટીવી શો 'કુછ ઈસ તરહ'માં જોવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો તે 'પરાઠેવાલી ગલી', 'ચેઝ', 'લિપ્સઝ ધ કિસ ઓફ ડેથ'માં કામ કર્યું છે. જોકે, આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો