બિગ બોસ 14:ભાજપ નેતા સોનાલી ફોગાટે કરી લાઈન ક્રોસ, અર્શી ખાન માટે કરી અભદ્ર ટીપ્પણી

9 મહિનો પહેલા

બિગ બૉસ 14નો ગત એપિસોડ ઘણો ડ્રામેટીક રહ્યો. જ્યારે એક ફાઈટ દરમિયાન સોનાલી ફોગાટે અર્શીને 'નાચને વાલી' કહીને બોલાવી, ત્યારે ઘરમાં હાજર નિક્કી તમ્બોલી, રૂબીના દિલાઈક અને અર્શી ખાને તેને આ વાતને લઈ નિશાના પર લઈ લીધી. અહિંયા સુધી કે અલી ગોનીને પણ અહેસાસ થયો કે સોનાલી ફોગાટે અર્શીનુ આ રીતે અપમાન કરી ખોટુ કર્યુ. તેણે સોનાલીને સમજાવવાના પ્રયાસ પણ કર્યા. આ ઝઘડો પરાઠાના એક ટુકડાને ડસ્ટબિનમાં ફેંકવાથી શરૂ થયો હતો. વાત વાતમાં ઝઘડો વધી ગયો અને સોનાલીએ અર્શીને ખોટું સંભળાવી દીધું.

જ્યારે સોનાલી ફોગાટે વધુ એક પરાઠો માંગ્યો, ત્યારે અર્શી ખાન અને અલી ગોનીએ તેને ઘરમાં થોડું જ રાશન હોવાના કારણે તમામ ઘરવાળાઓ પાસેથી પરવાનગી માંગવા કહ્યું હતું. તમામની મંજૂરી બાદ સોનાલીને વધુ એક પરાઠો આપવામાં આવ્યો. અર્શીના વારંવાર હેરાન કરવાની સોનાલીને ગુસ્સો આવ્યો અને તેણે પરાઠાનો ટુકડો ડસ્ટબિનમાં ફેંકી દીધો. અર્શીએ આ વાત રૂબીના અને નિક્કીને જણાવી હતી. જે બાદ સોનાલીનો બધાની સાથે ઝઘડો થઈ ગયો.

અન્ય સમાચારો પણ છે...