તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:'બિગ બોસ'ની વિનર રૂબીના 'શક્તિઃ અસ્તિત્વ..'માં ફરી જોવા મળશે, કહ્યું- 'પોતાના ઘરમાં પરત ફરી હોઉં એવું લાગ્યું'

મુંબઈ14 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

'બિગ બોસ 14'ની વિનર રૂબીનાએ હાલમાં જ 'શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી'માં બીજીવાર એન્ટ્રી લીધી છે. તેણે કહ્યું હતું કે આ શોથી તેને ખરી ઓળખ મળી છે અને તે હંમેશાં આ પ્લેટફોર્મની આભારી રહેશે. હાલમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રૂબીનાએ શો સાથે જોડાયેલી વાતો શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે 'બિગ બોસ'નું ટાઈટલ જીત્યા બાદ તેના જીવનમાં ઘણાં ફેરફાર આવ્યા છે.

શોની ઑફર નકારવા માટે ચોક્કસ કારણ નહોતું
રૂબીનાએ કહ્યું હતું, 'શક્તિ' મારો પોતાનો શો છે. મેં આ શોમાં 4 વર્ષ સુધી કામ કર્યું છે. જ્યારે સેટ પર આવી તો મને લાગ્યું કે હું ઘરે આવી ગયું છે. કેટલીક સ્ટાર કાસ્ટ બદલાઈ છે. તેના સિવાય પૂરી ટીમ, સ્પોટબોય, ટેક્નિશિયન, ડિરેક્ટર બધા એ જ છે. હું ફરીથી સૌમ્યાનું પાત્ર ભજવીશ, પરંતુ આ વખતે ચાહકોને મારું નવું રૂપ જોવા મળશે. આ વખતે હું પડકારજનક તથા રિસ્ક ફેક્ટરની સાથે પાત્રમાં પરત ફરી છું. સાચું કહું તો, જ્યારે આ શોની ઓફર મળી તો ના પાડવાનું કંઈ જ કારણ નહોતું. તેઓ મારી સાથે નવેસરથી કામ કરવા માગતા હતા અને મેં તરત જ હા પાડી દીધી.'

ખબર નહીં, લોકો મને સ્વીકારશે કે નહીં
માનવામાં આવે છે કે રૂબીના આ શોમાં માત્ર થોડાંક જ એપિસોડ્સમાં જોવા મળશે. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું, 'જુઓ દરેક વાત TRP પર નિર્ભર કરે છે. હું નર્વસ પણ છું. ખબર નહીં ચાહકો મને સ્વીકારશે કે નહીં. જો દર્શકોને સૌમ્યા ગમે છે તો આશા છે કે હું આ શોમાં લાંબા સમય સુધી જોવા મળીશ.'

સિરિયલના એક સીનમાં રૂબીના
સિરિયલના એક સીનમાં રૂબીના

ખબર નહીં કેમ લોકો ટીવીને નાનું માધ્યમ સમજે છે
છેલ્લાં ઘણાં વર્ષોથી 'બિગ બોસ' અનેક સ્પર્ધકોની કરિયર માટે લાઈફ ચેન્જિગ સાબિત થયું છે. ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણાં સ્પર્ધકો ફરીવાર આ પ્લેટફોર્મ પર પરત આવતા ડરે છે. રૂબીનાએ શો જીત્યા બાદ તરત જ ટીવીમાં કમબેક કર્યું છે. તેણે કહ્યું હતું, 'મને ટીવીમાં પરત આવવા માટે સહેજ પણ ખચકાટ થયો નહોતો. ખબર નહીં કે લોકો ટીવીને નાનું માધ્યમ સમજે છે. અનેક લોકો છે, જે આ પ્લેટફોર્મને કારણે કરિયરમાં આગળ વધી શક્યા છે, પરંતુ હવે પરત આવવા માગતા નથી. હું મારી લોકપ્રિયતા, ઓળખ અને મેં જે પણ મેળવ્યું છે, તે ટીવીને કારણે જ છે. જો 'શક્તિ' સિરિયલને મારી જરૂર છે, તો મારી ફરજ છે, તેને સાથ આપવાની.'

વિવિધ પ્રકારની ઓફર્સ મળે છે
રૂબીનાએ આગળ કહ્યું હતું, 'જ્યાં પહેલાં મને 200 લોકો ઓળખતા હતા, હવે 'બિગ બોસ' જીત્યા બાદ 2 મિલિયન લોકો ઓળખવા લાગ્યા છે. અલગ અલગ પ્રકારની ઓફર્સ મળી રહી છે. જોકે, મારા માટે મારી હેલ્થ મહત્ત્વની છે. તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઓફર સ્વીકારીશ. 'ખતરો કે ખિલાડી 11'ની ઓફર મળી હતી, પરંતુ તેણે આ ઓફર સ્વીકારી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો