તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બોસ OTT:જમતી વખતે અચાનક જ શમિતા શેટ્ટીએ રાકેશ બાપટને કહ્યું, 'અત્યારે જ અહીંયા આવ અને મને કિસ કર'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં શમિતા તથા રાકેશ વચ્ચેનું કનેક્શન ધીમે ધીમે ગાઢ બની રહ્યું છે.

'બિગ બોસ OTT'માં ઇમોશન, ડ્રામા, એન્ટરટેઇનમેન્ટ તથા ઝઘડાનો પર્ફેક્ટ ડોઝ દર્શકોને મળી રહ્યો છે. હવે ઘરમાં રોમાન્સનો મસાલો ઉમેરવામાં આવ્યો છે. શમિતા શેટ્ટી તથા રાકેશ બાપટ વચ્ચેનું કનેક્શન ધીમે ધીમે ગાઢ થઈ રહ્યું છે. બંને એકબીજાની ઘણી જ નિકટ આવી રહ્યાં છે. હાલના જ એપિસોડમાં શમિતાએ જમતી વખતે રાકેશ પાસે અચાનક જ કિસની ડિમાન્ડ કરી હતી.

શમિતાએ રાકેશને સલાહ આપી
હાલમાં જ 'બિગ બોસ OTT'માં રાકેશ રસોડામાં ઓવનમાં કંઈક ગરમ કરતો હોય છે અને આ દરમિયાન જમતી વખતે શમિતા સલાહ આપે છે કે તે ઓવનમાં વધુ ગરમ ના કરે, કારણ કે ભોજન એકદમ કડક થઈ જશે. આ સાંભળીને રાકેશ, શમિતાની નજીક આવે છે. તે હાથ પાછળ રાખીને શમિતાને પૂછે છે, 'બીજું કંઈ?'

અચાનક જ કિસની માગણી કરી
શમિતાને રાકેશનું આ વર્તન સહેજ પણ ગમ્યું નહીં અને તેણે એમ કહ્યું કે જો તેને કંઈ વાંધો હોય તો હવેથી તે કંઈ જ કહેશે નહીં. આના પર રાકેશે કહ્યું હતું કે તેને કંઈ જ વાંધો નથી અને તે માત્ર એ જાણવા માગતો હતો કે તે વધુ કંઈ કહે છે કે નહીં. શમિતાએ ગુસ્સામાં રાકેશની સામે જોયું હતું. જોકે, પછી અચાનક જ તેણે જે વાત કહી તેનાથી રાકેશ પણ નવાઈમાં મૂકાઈ ગયો હતો. શમિતાએ એકદમ કડક અવાજમાં અને ચહેરા પર કોઈ પણ જાતના હાવભાવ વગર રાકેશને કહ્યું હતું, 'અહીંયા આવ અને મને અત્યારે જ કિસ કર.'

શમિતાએ કિસ કરવાનું કહેતા રાકેશે તરત જ ગાલ પર કિસ કરી હતી.
શમિતાએ કિસ કરવાનું કહેતા રાકેશે તરત જ ગાલ પર કિસ કરી હતી.

રાકેશ પણ અચરજમાં મૂકાયો
શમિતાની વાત સાંભળીને રાકેશ પણ બેઘડી નવાઈમાં મૂકાયો હતો. ત્યારબાદ તે ચાલીને શમિતાને નજીક આવ્યો હતો અને ગાલ પર કિસ કરી હતી. તેણે કહ્યું હતું કે આ હંમેશના માટે છે. શમિતાએ કિસ અંગે કહ્યું હતું કે તેણે કિસ એટલા માટે માગી, કારણ કે તે ઘણો જ ક્યૂટ લાગે છે.

રાકેશ-શમિતાની નિકટતા તસવીરોમાં....

શમિતાની કિસની ડિમાન્ડ પર રાકેશના એક્સપ્રેશન વીડિયોમાં

એકબીજાની નજીક
એક ટાસ્ક દરમિયાન સ્પર્ધકોને પોતાના પાર્ટનર એક્સચેન્જ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ રાકેશ તથા શમિતાએ એકબીજા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. રાકાશે કહ્યું હતું કે તેમની વચ્ચે શરૂઆતમાં ઘણાં જ ઝઘડા થતા હતા. જોકે, હવે તેઓ મેચ્યોર થઈ રહ્યા છે. વધુમાં રાકેશે કહ્યું હતું, 'એક કનેક્શન બનવાનું શરૂ થયું છે. આજે કનેક્શન એ લેવલ પર પહોંચ્યું છે કે મેચ્યોરિટીની સાથે તેઓ વસ્તુઓને જુએ છે, બંનેને એકબીજા માટે અન્ડસ્ટેન્ડિંગ છે.'

રાકેશે આગળ કહ્યું હતું, 'મને શમિતા મારી હોય તેવી લાગણી થાય છે. મને લાગે છે કે શમિતા મારી છે અને હું શમિતાનો છું.' આ વાત સાંભળ્યા બાદ શમિતા શરમથી લાલ-લાલ થઈ ગઈ હતી અને તેણે રાકેશનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, 'હું તને મારવા માગું છું, કારણ કે તે ઘણો જ ટાઇમ લીધો.' આના પર રાકેશે કહ્યું હતું, 'બેબી, આ મહત્ત્વનો નિર્ણય છે.' શમિતા ભાગીને રાકેશને ગળે લગાવી લે છે.

રાકેશે શમિતાને કિસ કરી
રાકેશે શમિતાને કિસ કરીને સવારે જગાડી હતી. ઘરમાં બંનેનું બોન્ડિંગ જોઈને એ વાત તો સ્પષ્ટ છે કે બંને ઘણાં જ સારા મિત્રો બની ગયા છે. ઘરમાં મુશ્કેલ સમયે બંને એકબીજાને સપોર્ટ કરે છે. હવે જોવાનું એ છે કે આ બંનેનું કનેક્શન ઘરમાં કેટલું આગળ વધે છે અને શોમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે કોઈ રિલેશન રહે છે કે નહીં? હાલમાં જ ઘરમાંથી એલિમિનેટ થયેલા કરણનાથે પણ કહ્યું હતું કે રાકેશ તથા શિલ્પા વચ્ચેનું કનેક્શન ગાઢ બનતું જાય છે.

ઉલ્લેખનીય છે કે શમિતાએ વર્ષ 2000માં ફિલ્મ 'મોહબ્બતે'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને સફળતા મળી નથી. શમિતાને આજે પણ શિલ્પા શેટ્ટીની નાની બહેન તરીક જ ઓળખવામાં આવે છે. રાકેશ બાપટે 2001માં અનુરાગ બસુની ફિલ્મ 'તુમ બિન'થી કરિયરની શરૂઆત કરી હતી. રાકેશને બોલિવૂડમાં જોઈએ એવી સફળતા ના મળતા તેણે ટીવી સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રાકેશે 2011માં ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2019માં બંને અલગ થઈ ગયા છે.