તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બોસ OTT:ઘરમાં રાકેશ બાપટે શમિતા શેટ્ટીને કિસ કરી, બંને વચ્ચેનું કનેક્શન ગાઢ થઈ રહ્યું છે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોના ગ્રાન્ડ પ્રીમિયર પર કરન જોહરે રાકેશ બાપટ તથા શમિતા શેટ્ટી વચ્ચે કનેક્શન હોવાની વાત કહી હતી.

'બિગ બોસ OTT'માં શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પહેલાં જ દિવસથી લાઇમલાઇટમાં રહી છે. સ્પર્ધકો સાથે ઝઘડો હોય કે પછી ઝઘડા પછી બ્રેકડાઉન. શમિતા કોઈને કોઈ વાતે ચર્ચામાં રહી છે. શોમાં શમિતા તથા સ્પર્ધક રાકેશ બાપટ વચ્ચેનું કનેક્શન ટોક ઓફ ધ ટાઉન છે. તેમની વચ્ચે દિવસે દિવસે કનેક્શન સ્ટ્રોંગ થતું જાય છે. હાલમાં જ એક ટાસ્ક દરમિયાન સ્પર્ધકોને પોતાના પાર્ટનર એક્સચેન્જ કરવાની તક આપવામાં આવી હતી. જોકે, શમિતા તથા રાકેશે એકબીજા સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. આટલું જ નહીં રાકેશે શમિતાને કિસ પણ કરી હતી. બંને વચ્ચેની નિકટતા હવે ઘરમાં જ નહીં, બહાર પણ ચર્ચાનો વિષય બની છે.

રાકેશે શું કહ્યું?
રાકેશ તથા શમિતાએ એકબીજા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. રાકાશે કહ્યું હતું કે તેમની વચ્ચે શરૂઆતમાં ઘણાં જ ઝઘડા થતા હતા. જોકે, હવે તેઓ મેચ્યોર થઈ રહ્યા છે. વધુમાં રાકેશે કહ્યું હતું, 'એક કનેક્શન બનવાનું શરૂ થયું છે. આજે કનેક્શન એ લેવલ પર પહોંચ્યું છે કે મેચ્યોરિટીની સાથે તેઓ વસ્તુઓને જુએ છે, બંનેને એકબીજા માટે અન્ડસ્ટેન્ડિંગ છે.'

ઘરમાં રાકેશ ને શમિતા એકબીજાની નિકટ આવી રહ્યાં છે.
ઘરમાં રાકેશ ને શમિતા એકબીજાની નિકટ આવી રહ્યાં છે.

રાકેશે આગળ કહ્યું હતું, 'મને શમિતા મારી હોય તેવી લાગણી થાય છે. મને લાગે છે કે શમિતા મારી છે અને હું શમિતાનો છું.' આ વાત સાંભળ્યા બાદ શમિતા શરમથી લાલ-લાલ થઈ ગઈ હતી અને તેણે રાકેશનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, 'હું તને મારવા માગું છું, કારણ કે તે ઘણો જ ટાઇમ લીધો.' આના પર રાકેશે કહ્યું હતું, 'બેબી, આ મહત્ત્વનો નિર્ણય છે.' શમિતા ભાગીને રાકેશને ગળે લગાવી લે છે.

રાકેશે શમિતાને કિસ કરી
રાકેશે શમિતાને કિસ કરીને સવારે જગાડી હતી. ઘરમાં બંનેનું બોન્ડિંગ જોઈને એ વાત તો સ્પષ્ટ છે કે બંને ઘણાં જ સારા મિત્રો બની ગયા છે. ઘરમાં મુશ્કેલ સમયે બંને એકબીજાને સપોર્ટ કરે છે. હવે જોવાનું એ છે કે આ બંનેનું કનેક્શન ઘરમાં કેટલું આગળ વધે છે અને શોમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે કોઈ રિલેશન રહે છે કે નહીં? હાલમાં જ ઘરમાંથી એલિમિનેટ થયેલા કરણનાથે પણ કહ્યું હતું કે રાકેશ તથા શિલ્પા વચ્ચેનું કનેક્શન ગાઢ બનતું જાય છે.

ઘરમાં રાકેશ-શમિતાની નિકટતા તસવીરોમાં....

ઉલ્લેખનીય છે કે શમિતાએ વર્ષ 2000માં ફિલ્મ 'મોહબ્બતે'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને સફળતા મળી નથી. શમિતાને આજે પણ શિલ્પા શેટ્ટીની નાની બહેન તરીક જ ઓળખવામાં આવે છે. રાકેશ બાપટે 2001માં અનુરાગ બસુની ફિલ્મ 'તુમ બિન'થી કરિયરની શરૂઆત કરી હતી.

ઘરના સભ્યો રાકેશ તથા શમિતાને લગ્ન કરી લેવા જોઈએ તેવી ચર્ચા કરવા લાગ્યા છે.
ઘરના સભ્યો રાકેશ તથા શમિતાને લગ્ન કરી લેવા જોઈએ તેવી ચર્ચા કરવા લાગ્યા છે.

રાકેશને બોલિવૂડમાં જોઈએ એવી સફળતા ના મળતા તેણે ટીવી સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રાકેશે 2011માં ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2019માં બંને અલગ થઈ ગયા છે.