વેડિંગ બેલ્સ:'બિગ બોસ' ફૅમ રાહુલ વૈદ્ય ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે 16 જુલાઈએ વૈદિક રીતે લગ્ન કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો તથા મિત્રો હાજર રહેશે

'બિગ બોસ 14' ફૅમ સિંગર રાહુલ વૈદ્ય તથા દિશા પરમાર 16 જુલાએ લગ્ન કરશે. રાહુલે જ પોતાના લગ્નની વાત શૅર કરી હતી. હાલમાં જ 'ખતરો કે ખિલાડી 11'નું શૂટિંગ કેપટાઉનમાં પૂરું કરીને રાહુલ ભારત પરત ફર્યો છે. તેણે કહ્યું હતું કે લગ્નમાં માત્ર નિકટના પરિવારના સભ્યો તથા મિત્રો રહેશે. લગ્ન વૈદિક રીતે કરવામાં આવશે. રાહુલ ગુરબાની શબદ પણ ગાશે.

મ્યૂઝિક વીડિયોમાં કપલની વેડિંગ થીમ જોવા મળી હતી
2018માં રાહુલ તથા દિશા એકબીજાની નિકટ આવ્યા હતા. રાહુલ 'બિગ બોસ'ના ઘરમાં આવ્યો પછી તેને દિશા પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ થયો હતો. તેણે નેશનલ ટીવી પર દિશાને લગ્ન માટે પ્રપોઝલ આપી હતી. ત્યારથી બંને સાથે છે. થોડાં સમય પહેલાં બંને એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોંગની થીમ વેડિંગની હતી.

રાહુલને ફેમિલી ઓરિએન્ટેડ પાર્ટનરની ઈચ્છા હતી
રાહુલે કહ્યું હતું કે તે ઘણો જ ફેમિલી ઓરિએન્ટેડ યુવક છે. તેના માટે પરિવાર ઘણો જ મહત્ત્વનો છે. તે પરિવાર સાથે જ રહેવા માગે છે. કેટલાંક લોકો કરિયર માઇન્ડેડ હોય છે, પરંતુ તે પૂરી રીતે ફેમિલી મેન છે. તે હંમેશાં એવી પાર્ટનર ઈચ્છે છે, જેને પરિવાર પસંદ હોય. દિશા પણ એવી જ છે.