એક્ટરનું ડ્રીમ હાઉસ:બિગ બોસ ફેમ કરણ કુંદ્રાએ ખરીદ્યું આલીશાન ઘર, ફ્લેટની કિંમત 14 કરોડ રૂપિયા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ 15' અને 'લોકઅપ' જેવા શોમાં જોવા મળેલા કરણ કુંદ્રાએ તાજેતરમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. રિપોર્ટ્સના અનુસાર, કરણે બ્રાંદ્રામાં 14 કરોડ રૂપિયાનું નવું એપાર્ટમેન્ટ પોતાના નામે કર્યું છે. થોડા દિવસ પહેલા જ કરણે આ અપાર્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

14 કરોડ છે ફ્લેટની કિંમત
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, એક રિયલ સ્ટેટ ન્યૂઝ પોર્ટલે કરણના ઘર ખરીદવાની વાતને કન્ફર્મ કરી છે. પોર્ટલે કહ્યું કે, અમને જે ડોક્યુમેન્ટ મળ્યા છે, તેનાથી જાણવા મળ્યું છે કે કરણ કુંદ્રા દ્વારા ખરીદવામાં આવેલો ફ્લેટ બ્રાંદ્રામાં 81 ઓરેટ બિલ્ડિંગના 12મા માળે છે. કરણે આ અપાર્ટમેન્ટ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

13મેના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
ફ્લેટ સિવાય એક્ટરે બિલ્ડિંગના પાર્કિંગમાં 3 ગાડી પાર્ક કરવાનું પણ એક્સેસ છે. કરણે 13મેના રોજ રજિસ્ટ્રેશન માટે 81.81 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. કરણ દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટનો એરિયા 5230 સ્કેવર ફૂટ છે.

તેજસ્વી પ્રકાશની સાથે રિલેશનશિપમાં છે

કરણ કુંદ્રા અવારનવાર તેજસ્વી પ્રકાશની સાથે પોતાના રિલેશનશિપના કારણે ચર્ચામાં રહે છે. તેજસ્વી 'બિગ બોસ સિઝન 15'ની વિનર રહી અને કરણ શોનો બીજો રનર અપ હતો. બંનેની મુલાકાત બિગ બોસ દરમિયાન થઈ હતી અને અહીંથી તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. કપલનું ફેનફોલોઈંગ સારું છે, બંનેના ફેન્સ તેમને 'તેજરન' કહીને બોલાવે છે.

કરણ કુંદ્રાનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ કુંદ્રા તાજેતરમાં મ્યુઝિક વીડિયો બેચારીમાં જોવા મળ્યો હતો. ફેન્સની સાથે આ સોન્ગને ઘણું પસંદ કરવામાં આવ્યું. તે સિવાય તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયરને હોસ્ટ કરી રહ્યો છે. તે શોમાં બાળકોની સાથે ઘણી મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.