તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્ટરવ્યૂ:‘બિગ બોસ’ ફૅમ અર્શી ખાને અનુભવ શૅર કર્યો, લગ્નના પ્લાનિંગ પર કહ્યું- લવ મેરેજમાં વિશ્વાસ, છોકરો પૈસાદાર હોવો જોઈએ

મુંબઈ8 દિવસ પહેલાલેખક: કિરણ જૈન

‘બિગ બોસ 14’ની ગ્રાન્ડ ફિનાલે પહેલાં 11મી તથા હાલની સિઝનની સ્પર્ધક અર્શી ખાને દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. તેણે શોના અનુભવો તથા અંગત જીવન સાથે જોડાયેલી વાતો કહી હતી. તેણે લગ્ન અંગે પણ કહ્યું હતું. અર્શીએ કહ્યું હતું, ‘બે વર્ષ પછી હું લગ્ન કરીશ. દોઢ વર્ષની અંદર છોકરો શોધી નાખીશ અને છ મહિનાની અંદર લગ્ન કરીશ. લવ મેરેજમાં વિશ્વાસ છે અને ઈચ્છું છું કે પાર્ટનર પૈસાદાર, હેન્ડસમ તથા સારો વ્યક્તિ હોવો જોઈએ.’

અર્શી સાથે થયેલી વાતચીતના અંશોઃ

‘આ સિઝનને વધુ એન્જોય કરી’
‘મને 11મી સિઝન કરતાં 14મી સિઝનમાં વધુ મજા આવી હતી, કારણ કે 11મી સિઝનમાં મને આ શો અંગે કંઈ જ ખબર નહોતી. તે સમયે હું રમી શકી નહોતી. જોકે, આ સિઝનમાં મેં બહુ જ સારી રીતે ગેમ રમી હતી. કેટલાંક સ્પર્ધકોએ તો મને માસ્ટર માઈન્ડ કહી હતી. જ્યારે હું ઘરની અંદર ગઈ તો ત્યાં કંઈ જ મજા આવે એવું થતું નહોતું. તમામ લોકો પોતાની રીતે કરતાં હતાં અને તે બહુ જ કંટાળાજનક હતું. બસ પછી તો મેં ફની એક્ટ્સ કર્યાં અને સ્પર્ધકો વચ્ચે ઝઘડાં કરાવ્યા. અમને ચેલેન્જર્સ તરીકે ઘરમાં મોકલવાનું મુખ્ય કારણ શોની લોકપ્રિયતા વધારવાનું હતું. મને લાગે છે કે મેં આ કામ બહુ જ સારી રીતે કર્યું હતું.’

‘મારી જાતને ફિનાલેમાં જોવા માગતી હતી’
‘હું મારી જીત અંગે નિશ્ચિંત નહોતી. જોકે, મને હતું કે હું ફિનાલેમાં જઈશ. અનેક સ્પર્ધકો શોની શરૂઆતથી હતા અને તેથી તેઓ ફિનાલેમાં જાય એ યોગ્ય છે. જોકે, મારા હિસાબે નિક્કી તંબોલી તથા રાખી સાવંત ફિનાલેમાં જવા માટે યોગ્ય નહોતા. નિક્કી શરૂઆતથી આ શો સાથે હતી, તો તેને તક મળી. રાખી કરતાં અભિનવ શુક્લા વધુ મજબૂત દાવેદાર હતો. જો એઝાઝ ખાન ફિનાલેમાં હોત તો સારું લાગત.’

‘સલમાન ખાન મારા વિશે કંઈક કહે તેવી ઈચ્છા’
‘હું ઈચ્છું છું કે સલમાન મારા વિશે કંઈક કહે. સલમાન એવું કહે, ‘અર્શી ખાન, તારા ચહેરા પરથી તો શરાફત ટપકે છે અને તું ભારતની સૌથી શરીફ વ્યક્તિ છે.’ મને વિશ્વાસ છે કે સલમાન ખાનની વાતો પર લોકોને વિશ્વાસ થશે.’

‘એક્ટિંગ પર ફોકસ કરવા માગું છું’
‘હવે હું વધુ પડતી ઈવેન્ટમાં કામ કરવા માગતી નથી. 11મી સિઝન પછી મેં પુષ્કળ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હવે મારે એક્ટિંગ પર ફોકસ કરવું છું. હું એવા પ્રોજેક્ટ સાથે જોડાવા માગું છું કે મારું નામ પણ બને અને મારા પાત્રના વખાણ થાય. વિવાદ હું જાતે ઊભા નથી કરતી પરંતુ તે થઈ જાય છે. પહેલાં કરતાં હવે વધારે ઈમેજ વિશે વિચારું છું. વિવાદથી મારી જાતને દૂર રાખવાનો પ્રયાસ કરું છું.’

ફોટો તથા વીડિયોઃ અજીત રેડેકર

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો