પિતા-પુત્રના સંબંધમાં અંતર:જાન શાનુએ સ્વીકાર્યું કે પિતા સાથે કમ્યુનિકેશન ગેપ, બોલ્યો- એકવાર અમે વાત કરી લઈએ તો સારું રહેશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાન કુમાર શાનુએ પિતા તથા સિંગર કુમાર શાનુ સાથેના સંબંધો અંગે ઘટસ્ફોટ કર્યો છે. 'બિગ બોસ 14'ના પૂર્વ સ્પર્ધક જાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની તથા તેના પિતાની વચ્ચે કમ્યુનિકેશન ગેપ છે. તેણે એમ પણ કહ્યું હતું કે પિતા તેના માટે મિક્સ્ડ ફિલિંગ અનુભવે છે. આ દરમિયાન જાને પિતાએ થોડાં દિવસ પહેલાં ઉછેર પર કરવામાં આવેલા સવાલ પર પણ વાત કરી હતી.

અમે એકવાર વાત કરીએ તો સારું રહેશે
જાને કહ્યું હતું, 'મને હજી સુધી પિતા સાથે વાત કરવાની તક મળી નથી, પરંતુ મને લાગે છે કે અમે એકવાર વાત કરી લઈએ તો સારું રહેશે. હું સ્વીકારું છું કે અમારા બંને તરફથી કમ્યુનિકેશ ગેપ રહ્યો છે. જ્યાં સુધી મારા પિતાએ મારી માતાના ઉછેર પર સવાલ કર્યો હતો કે તો મને લાગે છે કે આખી દુનિયાએ જોયું કે મારી માતાએ અમને કેટલી સારી રીતે મોટા કર્યાં છે.'

કુમાર સાનુએ દીકરાના ઉછેર પર સવાલ કર્યો હતો
કેટલાંક દિવસો પહેલાં 'બિગ બોસ'ના શોમાં જાને મરાઠી ભાષા અંગે વિવાદિત કમેન્ટ કરી હતી. દીકરાની આ કમેન્ટ પર કુમાર શાનુએ કોઈ ટિપ્પણી કરી નહોતી. જોકે, થોડાં દિવસ બાદ કુમારે કહ્યું હતું કે 27 વર્ષથી તેની પૂર્વ પત્ની તથા દીકરો તેની સાથે રહેતા નથી. જાન કુમારે જે નિવેદન આપ્યું, તેનાથી ખ્યાલ આવે છે કે તેની માતાએ તેને કેઈ રીતે ઉછેર્યો છે. પછી કુમાર સાનુ પોતાના નિવેદનથી ફરી ગયા હતા. તેમણે એવું કહ્યું હતું કે જાનને તેની માતાએ સારી રીતે ઉછેર્યો છે. એક માતા તરીકે તે જે પણ કરી શકતી હતી, તે તેણે કર્યું છે.

ઉછેર પર સવાલ કરતાં જાન સાનુ ભડક્યો હતો
શોમાંથી એવિક્ટ થયા બાદ દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીતમાં જાને કહ્યું હતું, 'કોઈને પણ મારા ઉછેર પર સવાલ કરવાનો હક નથી. અફસોસ છે કે મારા પિતા આવું કરી રહ્યાં છે. હું સ્વીકારું છું કે મારાથી અજાણતા ભૂલ થઈ છે. હું જાણી જોઈને મરાઠી ભાષા વિરુદ્ધ બોલ્યો નહોતો. જો મારાથી ભૂલ થઈ પણ ગઈ તો પણ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને અપલોડ કરવાનો હક નથી.'

શું હતો વિવાદ?
કુમાર સાનુના દીકરા જાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જાન કુમારે મરાઠી ભાષા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. જોકે, પછી તેણે માફી માગી લીધી હતી.

છ મહિનાની પ્રેગ્નન્ટ પત્નીને કુમાર શાનુએ ડિવોર્સ આપ્યા હતા
કુમાર સાનુ તથા રીતાએ 1994માં ડિવોર્સ લીધા હતા. આ સમયે રીતા છ મહિનાની પ્રેગ્નન્ટ હતી. કુમારે રીતાને ડિવોર્સ આપીને સલોની સાહુ સાથે લગ્ન કર્યાં હતાં. સલોની તથા કુમારને બે દીકરીઓ છે.

અન્ય સમાચારો પણ છે...