તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Bigg Boss Confirm List The 11 Stars Will Be Seen In Salman Khan's Show Including Eijaz Khan, Neha Sharma, Sara Gurpal And Alisha Panwar As Contestants.

'બિગ બોસ 14' કન્ફર્મ સ્પર્ધક લિસ્ટ:એજાઝ ખાન, નેહા શર્મા, સારા ગુરપાલ તથા અલીશા પંવાર સહિત સલમાન ખાનના શોમાં આ 11 સ્ટાર્સ સ્પર્ધક તરીકે જોવા મળશે

મુંબઈએક મહિનો પહેલાલેખક: કિરણ જૈન

ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 14'નું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરના રોજ થશે. શોના પહેલા દિવસ સલમાન ખાન તમામ સ્પર્ધકોનો પરિચય કરાવશે. આ પહેલા જ શોના 11 સ્પર્ધકોના નામ સામે આવ્યા છે, જેમાં કેટલાંક બોલિવૂડ એક્ટર, ટીવી એક્ટર્સ, સિંગર્સ તથા મોડલ સામેલ છે.

જેસ્મિન ભસીનઃ 'ટશન એ ઈશ્ક', 'દિલ સે દિલ તક', 'દિલ તો હેપ્પી હૈ જી' જેવી સિરિયલનો હિસ્સો રહી ચૂકેલી જેસ્મિન 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે.

જેસ્મિન છેલ્લે રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'માં જોવા મળી હતી
જેસ્મિન છેલ્લે રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'માં જોવા મળી હતી

નિશાંત સિંહ મલકાનીઃ ટીવી શો 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'માં લીડ રોલ પ્લે કરનાર એક્ટર નિશાંત સિંહે શોમાં કામ કરવાની હા પાડી છે. આ શો માટે નિશાંતે પોતાનો શો થોડાં દિવસ પહેલાં જ છોડ્યો હતો.

નિશાંતે ગયા મહિને જ પોતાનો શો છોડ્યો
નિશાંતે ગયા મહિને જ પોતાનો શો છોડ્યો

જાન કુમાર સાનુઃ સૂત્રોના મતે, સિંગર કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુ 'બિગ બોસ 14'માં જોવા મળશે. જાન કુમાર પણ પિતાની જેમ જ સિંગર છે.

કુમાર સાનુનો દીકરો જાન સાનુ
કુમાર સાનુનો દીકરો જાન સાનુ

નેહા શર્માઃ 'બિગ બોસ 14'ના મેકર્સ નેહા શર્માને શોમાં લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી એક્ટ્રેસે આ ઓફર સ્વીકારી નથી. જોકે, મેકર્સને વિશ્વાસ છે કે નેહા ઘરમાં એન્ટ્રી લેશે. નેહા 'તુમ બિન 2', 'જયંતાભાઈ કી લવ સ્ટોરી', 'ક્રૂક' જેવી ફિલ્મમાં જોવા મળી છે. હાલમાં જ નેહા તથા 'બિગ બોસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનો મ્યૂઝિક વીડિયો 'દિલ કો કરાર' રિલીઝ થયો હતો.

નેહા એકમાત્ર બોલિવૂડ એક્ટ્રેસ છે, જે આ સિઝનમાં જોવા મળશે
નેહા એકમાત્ર બોલિવૂડ એક્ટ્રેસ છે, જે આ સિઝનમાં જોવા મળશે

શગુન પાંડેઃ 'તુઝસે હૈ રાબ્તા' ફૅમ શગુન પાંડે પણ 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે. ઝી ટીવીના શોમાં અથર્વ બાપતના રોલમાં જોવા મળ્યો હતો પરંતુ તેણે આ શો છોડી દીધો હતો. આ તમામ સભ્યો 20 સપ્ટેમ્બરથી ક્વૉરન્ટીન થશે.

'તુઝસે હૈ રાબ્તા'માં શગુન જોવા મળ્યો હતો
'તુઝસે હૈ રાબ્તા'માં શગુન જોવા મળ્યો હતો

નલિની નેગીઃ 'લાલ ઈશ્ક', 'પોરસ' તથા 'સ્પિલટ્સવિલા' જેવા શોમાં જોવા મળેલી નલિની પણ શોમાં જોવા મળશે. ગયા વર્ષે નલિનીએ પોતાની રૂમમેટ તથા તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. નલિનીએ આક્ષેપ કર્યો હતો કે આ બંનેએ મળીને તેની પર હુમલો કર્યો હતો. તેણે કેટલીક તસવીરો શૅર કરી હતી, આ તસવીરમાં તેના ચહેરા પર ઈજા જોવા મળી હતી.

નલિની નેગીએ 'બિગ બોસ' શો સાઈન કરી લીધો છે
નલિની નેગીએ 'બિગ બોસ' શો સાઈન કરી લીધો છે

અલીશા પંવારઃ 'ઈશ્ક મેં મરજાવાં', 'થપકી પ્યાર કી' જેવા શોમાં જોવા મળેલી અલીશા પંવારે પણ 'બિગ બોસ'ની ઓફર સ્વીકારી લીધી છે. અલીશા છેલ્લે 'મેરી ગુડિયા' સિરિયલમાં જોવા મળી હતી.

'ઈશ્ક મેં મરઝાવાં'થી અલિશાને ઓળખ મળી હતી
'ઈશ્ક મેં મરઝાવાં'થી અલિશાને ઓળખ મળી હતી

નૈના સિંહઃ સૂત્રોના મતે નૈના સિંહે થોડાં મહિના પહેલા એકતા કપૂરના શો 'કુમકુમ ભાગ્ય' છોડી દીધો હતો. નૈના 'સ્પ્લિટ્સવિલા 10'ની વિનર રહી છે. તે પણ 'બિગ બોસ'માં જોવા મળશે.

નૈના સિંહ 'સ્પ્લિટ્સવિલા 10'ની વિનર છે
નૈના સિંહ 'સ્પ્લિટ્સવિલા 10'ની વિનર છે

પવિત્રા પુનિયાઃ ગઈ સિઝનના સ્પર્ધક પારસ છાબરાની પૂર્વ પ્રેમિકા પવિત્રા પુનિયા આ સિઝનમાં જોવા મળશે. પારસની બીજી એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી પણ શોમાં આવે તેવી ચર્ચા હતી પરંતુ એક્ટ્રેસે આ વાતને અફવા ગણાવી હતી.

એક સમયે પારસ તથા પવિત્ર પુનિયા એકબીજાના પ્રેમમાં હતા
એક સમયે પારસ તથા પવિત્ર પુનિયા એકબીજાના પ્રેમમાં હતા

એજાઝ ખાનઃ કંગના રનૌતની ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'માં જોવા મળેલો એજાઝ ખાન પણ 'બિગ બોસ'ના ઘરમાં લૉક થશે. તેણે આ શો સાઈન કરી લીધો છે. એજાઝ 'કાવ્યાંજલિ'થી લોકપ્રિય થયો હતો. ત્યારબાદ તેણે વિવિધ શો કર્યા હતા.

એજાઝે 'બિગ બોસ' સાથેનો કોન્ટ્રાક્ટ સાઈન કરી લીધો છે
એજાઝે 'બિગ બોસ' સાથેનો કોન્ટ્રાક્ટ સાઈન કરી લીધો છે

સારા ગુરપાલઃ મિસ ચંદીગઢ સારા ગુરપાલે પણ શોમાં કામ કરવાની હા પાડી દીધી છે. સારા પંજાબી એક્ટ્રેસ તથા સિંગર છે. સોશિયલ મીડિયામાં તે ઘણી જ લોકપ્રિય છે. સારાએ અનેક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.

શહનાઝ ગિલની જેમ જ સારા પણ સિંગર છે
શહનાઝ ગિલની જેમ જ સારા પણ સિંગર છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો