ટેલિવિઝન રિયાલિટી શૉ બિગ બોસ 15નો TRP હાલ નબળો પડ્યો છે. શૉની TRP વધારવા માટે મેકર્સ મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન લાવી શકે છે. તેના માટે રાજીવ અદાતિયાને એવિક્ટ કરવામાં આવી શકે છે. રાજીવ આઉટ થયા બાદ શૉમાં નવાં ચહેરા જોવા મળી શકે છે.
ફીફાફૂઝના રિપોર્ટ પ્રમાણે મેકર્સ હાલ હાઉસના VIP કન્ટેસ્ટન્ટ્સને કોઈ એક કન્ટેસ્ટન્ટને ઘરની બહાર ધકેલવાનો પાવર આપી શકે છે. આ જાહેરાત બાદ બિગ બોસ હાઉસમાં બબાલ થવાની છે. કારણ કે તમામ કન્ટેસ્ટન્ટ્સ
પોતાના ફ્રેન્ડ્સને સાચવવા માગે છે. શૉમાં દર્શકોના વોટિંગના આધારે એવિક્શનનો નિર્ણય થઈ શકે છે. જો આમ થશે તે રાજીવ અદાતિયા અને નેહા ભસીન વચ્ચે જોરદારની ટક્કર જોવા મળશે.
ઘરમાં નવા લોકોની એન્ટ્રી
શૉની TRP વધારવા માટે મેકર્સ નવા લોકોની પણ એન્ટ્રી કરી શકે છે. બિગ બોસ 2ની કન્ટેસ્ટન્ટ સંભાવના સેઠ અને બિગ બોસ 13નો ખેલાડી પારસ છાબડા તેમજ બિગ બોસ 14ના પવિત્ર પુનિયા આ રેસમાં આગળ છે.
આ સિઝનના એવિક્ટેડ વિધી પાંડ્યા અને ડોનલ બિષ્ટની રી એન્ટ્રી પણ શકે છે. આ તમામ લોકોની શૉમાં એન્ટ્રી થાય તે પહેલાં તેમને ક્વોરન્ટીન કરાયા હોવાના પણ સમાચાર વહેતા થયા છે. બિગ બોસ OTTની મુસ્કાન જટ્ટાના પણ શૉમાં એન્ટ્રી કરશે તો મેડિકલ કારણોસર શૉમાંથી ઘરે ગયેલી શમિતા પરત ફરશે. આ અઠવાડિયાની એવિક્ટ લિસ્ટમાં પ્રતીક સહજપાલ, રાજીવ અદાતિયા, નેહા ભસીન, શમિતા શેટ્ટી, જય ભાનુશાળી નોમિનેટ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.