'બિગ બોસ'માં તમામ હદ પાર:વિધિ પંડ્યા જ્યારે બાથરૂમમાં નાહતી હતી ત્યારે પ્રતીક સહજપાલ દરવાજાનું લૉક તોડતો જોવા મળ્યો

મુંબઈ10 દિવસ પહેલા
  • 'બિગ બોસ'ના ઘરમાં પ્રતીકને કારણે ઝઘડો થયો

'બિગ બોસ 15'માં સ્પર્ધક પ્રતીક સહજપાલે પોતાના માટે એક નવી મુશ્કેલી ઊભી કરી છે. ટાસ્ક જીતવાના ચક્કરમાં તેણે તમામ હદો પાર કરી નાખી છે. લાગે છે કે પ્રતીક સારા અને ખોટા વચ્ચેનું અંતર જ ભૂલી ગયો છે.

શું બન્યું ઘરમાં?
આગામી એપિસોડમાં પ્રતીક ગાર્ડન એરિયામાં બનેલા બાથરૂમનું લૉક તોડવાનો પ્રયાસ કરે છે. આ સમયે બાથરૂમમાં વિધિ પંડ્યા નાહતી હતી.

બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ વિધિએ પ્રતીકની ફરિયાદ ઘરના અન્ય સભ્યોને કરી હતી. ત્યાર બાદ આખા ઘરમાં પ્રતીક વિરુદ્ધ માહોલ બની ગયો હતો. પ્રતીકના આ વર્તન પર આખું ઘર તેની વિરુદ્ધમાં જોવા મળશે. તમામે તેને ખરું-ખોટું સંભળાવ્યું હતું. માનવામાં આવે છે કે 'વીકેન્ડ કા વાર'માં સલમાન ખાન પણ તેને આડેહાથ લેશે.

તેજસ્વી-કરન કુંદ્રાએ પણ સંભળાવ્યું
વિધિએ ગાર્ડન એરિયામાં પ્રતીકને તેની આ હરકત અંગે સવાલ કર્યો હતો કે જ્યારે બાથરૂમમાં કોઈ હતું ત્યારે તે કેમ લૉક તોડતો હતો. તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા પણ પ્રતીકને ઘણું જ બોલ્યા હતા. તેજસ્વીએ કહ્યું હતું કે પ્રતીકની દાનત ભલે ખરાબ ના હોય, પરંતુ તેને જે કર્યું એ યોગ્ય નથી. આવી બાબતો કોઈપણ યુવતી માટે ડરામણી છે.

પ્રતીકે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેને કોઈ ફેર પડતો નથી કે બાથરૂમમાં કોઈ હતું કે નહીં. પ્રતીકની આ વાત કરન કુંદ્રાને બિલકુલ પસંદ આવી નહોતો. તેણે પ્રતીકને આડેહાથ લેતાં કહ્યું હતું કે આવું કોઈપણ યુવતી સાથે કરવાની જરૂર નથી.

કોણ છે વિધિ?
મૂળ ગુજરાતી વિધિ પંડ્યા 'એક દૂજે કે વાસ્તે 2', 'ઉડાન,' 'બાલિકા બધૂ' જેવી સિરિયલમાં જોવા મળી હતી, જ્યારે 'બિગ બોસ OTT'માં જોવા મળેલો પ્રતીક ટીવી એક્ટર, મોડલ, એથ્લીટ તથા ફિટનેસ ટ્રેનર છે.