બિગ બોસ 15:નિધિ ભાનુશાલી, અવિકા ગોર સહિત 11 સેલેબ્સનાં નામ સામે આવ્યાં, જાણો કોણ કોણ ઘરમાં થશે બંધ

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
ડાબેથી, અવિકા ગોર, નિધિ ભાનુશાલી, નેહા મર્દા.
  • સલમાન ખાનનો આ શો 2 ઓક્ટોબરના રોજ શરૂ થશે.

ટીવીના વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 15' 2 ઓક્ટોબર, 2021ના રોજથી શરૂ થઈ રહ્યો છે. આ શોને સલમાન ખાન હોસ્ટ કરશે. આ શો શરૂ થવામાં હજી બે અઠવાડિયાં બાકી છે. જોકે આ દરમિયાન ઘરમાં કોણ જોવા મળશે, તેનાં નામ સામે આવી રહ્યાં છે. આજે આપણે જોઈએ કે 'બિગ બોસ'ના ઘરમાં કોણ કોણ ભાગ લઈ શકશે.

અમિત ટંડન

'ઇન્ડિયન આઇડલ'માં સિંગર તરીકે કરિયર શરૂ કરનાર અમિત ટંડન ટીવીની જાણીતી પર્સનાલિટી છે. અમિત એક્ટર પણ છે. તે અનેક સિરિયલમાં કામ કરી ચૂક્યો છે. બે વર્ષ પહેલાં અમિત ટંડન પત્ની રૂબીને કારણે ચર્ચામાં આવ્યો હતો. રૂબી પર દુબઈમાં અધિકારીને ધમકાવવાનો આરોપ હતો અને તે દુબઈની જેલમાં બંધ હતી. આ ઘટના બાદ રૂબી તથા અમિતના સંબંધોમાં સુધર્યા હતા. બંને ડિવોર્સ લેવાનાં હતાં.

દોનલ બિષ્ટ

ગયા વર્ષે દોનલે કહ્યું હતું કે સાઉથના એક ફિલ્મમેકરે તેને રોલ માટે સાથે સૂવાની ઑફર કરી હતી. દોનલે પોતાના સ્ટ્રગલની પણ વાત કરી હતી. દોનલે 'એક દીવાના થા', 'દિલ તો હેપ્પી હૈ જી', 'કલશ' જેવી સિરિયલમાં જોવા મળી છે.

અફસાના ખાન

અફસાના પંજાબની લોકપ્રિય એક્ટ્રેસ તથા ગીતકાર છે. તેણે 2012માં સિંગિંગ રિયાલિટી શો 'વોઇસ ઓફ પંજાબ'ની સીઝન 3માં સ્પર્ધક તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અફસાનાએ 'જટ્ટા સારેમ વે તૂ ઢાકા', 'તૂતેરા', 'માહી મિલે', 'જાની વે જાની', 'ચંદીગઢ શહર', 'જૂતી ઝરકે' તથા 'તિતલિયાં' જેવાં સુપરહિટ સોંગ્સ આપ્યાં છે.

નેહા મર્દા

નેહા હાલમાં 'ક્યો રિશ્તો મેં કટ્ટ બટ્ટી'માં લીજ એક્ટ્રેસ તરીકે જોવા મળે છે. શોમાં ભાગ લેવા અંગે નેહાએ કહ્યું હતું કે એવું નથી કે તેને આ શો પસંદ નથી. તેને આ શો ગમે છે. જોકે, તે આ શોમાં જોવા મળશે કે નહીં તેનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. નેહા 'મહાદેવ', 'ડોલી અરમાની કી', 'બાલિકાવધૂ', 'પિયા અલબેલા', 'લાલ ઇશ્ક'માં જોવા મળી હતી.

સિમ્બા નાગપાલ

સિમ્બા સિરિયલ 'શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી'માં લીડ રોલમાં જોવા મળે છે. સિમ્બા 'બિગ બોસ'માં ફાઇનલ છે. આ પહેલાં તે રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'માં જોવા મળ્યો હતો.

નિધિ ભાનુશાલી

'તારક મહેતા..'માં સોનુનો રોલ પ્લે કરનાર 20 વર્ષીય નિધિનો મેકર્સે અપ્રોચ કર્યો હતો. હાલમાં નિધિ રોડ ટ્રિપ પર છે. આ શોમાં જોડાવવા તે ઉત્સાહી છે, જોકે હજી સુધી તેણે ફાઇનલ જવાબ આપ્યો નથી. હાલમાં તે રોડ ટ્રિપ તથા શો અંગે કન્ફ્યુઝ છે.

બરખા બિષ્ટ

એક્ટ્રેસ બરખા બિષ્ટ છેલ્લા કેટલાક સમયથી અંગત જીવનને કારણે ચર્ચામાં છે. બરખા અને તેના પતિ ઇન્દ્રનીલ સેનગુપ્તા વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા છે. બંને છ મહિનાથી અલગ રહે છે. મેકર્સે બરખા તથા ઇન્દ્રનીલને સાથે પાર્ટિસિપેટ થવાની ઑફર આપી છે. જોકે, ઇન્દ્રનીલે શો અંગે કંઈ ઝાઝો રસ બતાવ્યો નથી. બરખા શોમાં ભાગ લેશે.

રોનિત રોય​​​​​​​

રોનિત રોય 'બિગ બોસ 15'માં ભાગ લઈ શકે છે. સૂત્રોના મતે, મેકર્સે રોનિતને મસમોટી રકમની ઑફર કરી છે. તેઓ પૂરો પ્રયાસ કરે છે કે રોનિત શો માટે હા પાડે.

મીરા દેયસ્થલે​​​​​​​

'સસુરાલ સિમર કા', 'ઉડાન', 'લાડો 2', 'ઈશ્ક મેં મરજાવા', 'વિદ્યા', 'છોટી સરદાની' જેવી અનેક સિરિયલમાં જોવા મળી મીરા લોકપ્રિય એક્ટ્રેસ છે. મેકર્સે તેનો અપ્રોચ કર્યો છે.

સાહિલ ઉપ્પલ​​​​​​​

'લાલ ઇશ્ક', 'પિયા અલબેલા', 'જીત ગઈ તો પિયા મોરે' જેવા શોમાં જોવા મળેલો સાહિલ 'બિગ બોસ 15'માં જોવા મળશે.

અવિકા ગોર

સિરિયલ 'બાલિકાબધૂ'માં આનંદીનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનારી અવિકા ગૌર 'બિગ બોસ'ની ફૅન છે. છેલ્લાં ઘણાં વર્ષોથી શો માટે અવિકાનો સંપર્ક કરવામાં આવે છે. જોકે જૂના કમિટમેન્ટને કારણે તે શોમાં કામ કરી શકતી નથી. આ વર્ષે જો તે જૂનાં કમિટમેન્ટ પૂરાં કરી લેશે તો તે જરૂરથી શોમાં જોવા મળશે.