બિગ બોસ 15:મેકર્સે મોહસિન ખાન અને શિવાંગી જોશીને 4 કરોડ રૂપિયા ઓફર કર્યા, શોમાં આવવા ચર્ચા-વિચારણા ચાલુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિગ બોસ 15 શો 2 ઓક્ટોબરથી શરૂ થશે

સ્ટાર પ્લસનો પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ ઓફએર થવાનો છે. શો પૂરો થયા પહેલાં જ લીડ એક્ટર્સ શિવાંગી જોશી અને મોહસિન ખાન પાસે ઘણી ઓફર્સ આવી ગઈ છે. તેમાંની એક ઓફર છે, રિયાલિટી શો ‘બિગ બોસ 15’. શિવાંગી અને મોહસિન બંનેને આ શો સાઈન કરવા માટે તગડી રકમ ઓફર કરવામાં આવી રહી છે.

મેકર્સ બંનેને સાઈન કરવા ઈચ્છે છે
સ્પૉટબોયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ એક્ટર્સ મોહસિન ખાન અને શિવાંગીને બિગ બોસ શોની ઓફર મળી છે. બંને યંગ સ્ટાર્સનું ફેન ફોલોઇંગ ઘણું મોટું છે, આથી મેકર્સ બંનેને સાઈન કરવા ઈચ્છે છે. આ શો માટે બંનેને 4 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે.

બિગ બોસ 15 શો 2 ઓક્ટોબરથી શરૂ થશે
હાલ મેકર્સ અને મોહસિન-શિવાંગી વચ્ચે ચર્ચા ચાલુ છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો આ મહિને બંધ થવાનો છે અને બિગ બોસ 15 શો 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. શોમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટ્સ ટૂંક સમયમાં કોવિડ 19ની ગાઇડલાઇન હેઠળ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

નવી સીઝનમાં આ સેલેબ્સ દેખાઈ શકે છે
સલમાન ખાન આ શો હોસ્ટ કરશે. શો શરૂ થવામાં હજી બે અઠવાડિયાં બાકી છે. જોકે આ દરમિયાન ઘરમાં કોણ જોવા મળશે, તેનાં નામ સામે આવી રહ્યાં છે. શોમાં કરણ કુંદ્રા, રોનિત રૉય, દોનલ બિષ્ટ, અમિત ટંડન, અવિકા ગૌર, અફસાના ખાન, નેહા મારદા, નિધિ ભાનુશાલી, મીરા દેયસ્થલે અને સાહિલ ઉપ્પલનું નામ ચર્ચાઈ રહ્યું છે.