'બિગ બોસ 15'નું કન્ફર્મ લિસ્ટ:ગુજરાતી વિધિ પંડ્યા- શમિતા શેટ્ટી સહિતના 14 સેલેબ્સ 3 મહિના સુધી એક જ ઘરમાં પુરાશે, 50 લાખની પ્રાઇઝ મની માટે આખું ઘર માથે લેશે

મુંબઈ8 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • 15 સ્પર્ધકોમાંથી કેટલાંક એક્ટર છે તો કેટલાંક મોડલ, વળી એક છે ડૉક્ટર

ટેલિવિઝનના પોપ્યુલર રિયાલિટી શો 'બિગ બોસ 15'નું ગ્રાન્ડ પ્રીમિયર 2 ઓક્ટોબરના રોજ યોજાશે. આ શોને સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. શો શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ પહેલાં દિવ્ય ભાસ્કર ઘરમાં બંધ થનારા 15 સેલેબ્સના કન્ફર્મ નામ લઈને આવ્યું છે. સ્પર્ધકોમાંથી કેટલાંક એક્ટર્સ તો કેટલાંક સિંગર અને મોડલ છે. જાણીએ 3 મહિના માટે આ ઘરમાં કોણ કોણ બંધ થશે.

મીશા અય્યર

મીશા મોડલિંગ સાથે જોડાયેલી છે. તે અનેક પોપ્યુલર બ્રાન્ડનું મોડલિંગ કરી ચૂકી છે. 'બિગ બોસ' પહેલાં તે 'સ્પ્લિટ્સવિલા 12' તથા 'એસ ઓફ સ્પેસ' જેવા રિયાલિટી શોમાં જોવા મળી છે.

સાહિલ શ્રોફ

સાહિલ શ્રોફ મોડલ તથા એક્ટર છે. સાહિલે હિંદી ફિલ્મ 'ડોન 2: ધ કિંગ ઇઝ બેક'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તે 'શાદી કે સાઇડ ઇફેક્ટ્સ', 'ડિઅર માયા' તથા 'બારિશ' જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળી ચૂક્યો છે.

ઇશાન સેહગલ

મોડલ-એક્ટર ઇશાન JAI (જેટ એરવેઝ ઇન્ટરનેશનલ)માં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતો હતો. તેણે એક્ટર બનવા માટે નોકરી છોડી દીધી અને મુંબઈ આવ્યો હતો. અહીંયા તેણે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું છે.

શમિતા શેટ્ટી

'બિગ બોસ OTT'ની સેકન્ડ રનરઅપ શમિતા શેટ્ટી 'બિગ બોસ 15'માં જોવા મળશે. 'બિગ બોસ OTT'માં રાકેશ બાપટ તથા શમિતાના સંબંધો ચર્ચામાં રહ્યા છે. સૂત્રોના મતે, રાકેશ બાપટની વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી થશે.

ડોનાલ બિષ્ટ

ગયા વર્ષે ડોનાલ બિષ્ટે કહ્યું હતું કે સાઉથ ફિલ્મમેકરે તેને રોલ માટે સાથે સૂવાની ઑફર કરી હતી. ડોનાલે ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષની વાત કરી હતી. ડોનાલે 'એક દીવના થા', 'કલશ', 'દિલ તો હેપ્પી હૈ જી' જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

ઉમર રિયાઝ

ઉમર રિયાઝ ડૉક્ટર છે. 'બિગ બોસ 13' ફૅમ આસિમ રિયાઝનો મોટા ભાઈ છે. આસિમની જેમ જ ઉમર રિયાઝ પણ સો.મીડિયામાં ઘણો જ લોકપ્રિય છે.

સિમ્બા નાગપાલ

'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી'માં સિમ્બા લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. આ પહેલાં સિમ્બા 'સ્પ્લિટ્સવિલા'માં જોવા મળ્યો હતો.

નિશાંત ભટ્ટ

'બિગ બોસ OTT'નો ફર્સ્ટ રનરઅપ નિશાંત પણ 'બિગ બોસ 15'માં જોવા મળશે. નિશાંત લોકપ્રિય ડાન્સર છે. 'સુપર ડાન્સર 3'માં કોરિયોગ્રાફર તરીકે જોવા મળ્યો હતો. તે ડાન્સ ગુરુ તરીકે લોકપ્રિય છે.

પ્રતીક સહજપાલ

'બિગ બોસ OTT'માં જોવા મળેલો પ્રતીક ટીવી એક્ટર, મોડલ, એથલીટ તથા ફિટનેસ ટ્રેનર છે.

અફસાના ખાન

અફસાના પંજાબની લોકપ્રિય એક્ટ્રેસ, ગીતકાર તથા સિંગર છે. 2012માં સિંગિંગ રિયાલિટી શો 'વોઇસ ઓફ પંજાબ'ની ત્રીજ સિઝનમાં સ્પર્ધક તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અફસાનાએ 'જટ્ટા સારેમ વે તૂ ઢાકા', 'તૂતેરા', 'માહી મિલે', 'જાની વે જાની', 'ચંદીગઢ શહર', 'જૂતી ઝરકે' તથા 'તિતિલયાં' જેવા સુપરહિટ ટ્રેક આપ્યા છે. અફસાના શોમાં સામેલ થવાની હતી અને તે ક્વૉરન્ટિનમાં હતી. જોકે, અચાનક જ અફસાનાને હોટલની રૂમમાં પેનિક અટેક આવ્યો હતો અને તે તાત્કાલિક પંજાબ પરત ફરી હતી. અફસાનાએ સો.મીડિયામાં પણ પોસ્ટ કરીને પોતાની તબિયત સારી ના હોવાની વાત કરી હતી. માનવામાં આવે છે કે હવે અફસાના આ શોમાં સામેલ થશે નહીં.

તેજસ્વી પ્રકાશ

હાલમાં જ મેકર્સે પ્રોમોમાં કેટલાંક સ્પર્ધકોના ચહેરા બતાવ્યા હતાં અને તેમાંથી એક તેજસ્વી પ્રકાશ છે. તેજસ્વી 'સંસ્કાર ધરોહર અપનોં કી', 'સ્વરાગિની', 'પહરેદાર પિયા કી' તથા 'સિલસિલા બદલતે રિશ્તોં કા' સહિત અનેક શોમાં કામ કર્યું છે.

વિધિ પંડ્યા

મૂળ ગુજરાતી વિધિ પંડ્યા 'એક દૂજે કે વાસ્તે 2', 'ઉડાન,' 'બાલિકા વધૂ' જેવી સિરિયલમાં જોવા મળી હતી. હાલમાં વિધિ ક્વૉરન્ટિન પીરિયડમાં છે.

અકાસા સિંહ

અકાસા સિંહ પ્રોફેશનલ પ્લેબેક સિંગર તથા એક્ટર છે. તે પોતાના ગીત 'ખિંચ મેરી ફોટો' માટે લોકપ્રિય છે. 2014માં રિયાલિટી શો 'ઇન્ડિયાઝ રૉ સ્ટાર'માં ભાગ લીધો હતો. આ શોમાં તેના ગુરુ હિમેશ રેશમિયા હતા. અકાસાએ 'સીક્રેટ સાઇડ' શો હોસ્ટ પણ કર્યો હતો.

વિશાલ કોટિયન

વિશાલે 'અકબર કા બલ બીરબલ', 'શ્રી આદિ માનવ', 'વિધ્નહર્તા ગણેશ', 'મહાભારત' જેવા અનેક શોમાં કામ કર્યું છે.

કરન કુંદ્રા​​​​​​​

​​​​​​​ટીવી એક્ટર કરન કુંદ્રા 'બિગ બોસ 15'માં જોવા મળશે. કરન પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. કરન થોડાં સમય પહેલાં જ ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળ્યો હતો.