બિગ બોસ 14:રાખી સાવંતનો મોટો દાવો- માતા બનવા માટે એગ્સ ફ્રીઝ કરાવી લીધા છે, ઈચ્છું છું કે અભિનવ શુક્લા સ્પર્મ ડોનર બને

એક વર્ષ પહેલા

બિગ બોસ 14માં દેખાતી રાખી સાવંતે દાવો કર્યો છે કે તેણે પોતાના એગ્સ ફ્રીઝ કરાવી લીધા છે અને તે ઈચ્છે છે કે અભિનવ શુક્લા તેને સ્પર્મ ડોનેટ કરે. રાખીએ એવું પણ કહ્યું કે એકવાર તે આ શોમાંથી બહાર જશે ત્યારબાદ તે અભિનવ શુક્લા, તેની પત્ની રૂબીના અને તેના પરિવારના સભ્યો પાસે મંજૂરી માગશે.

પતિને લઈને મોટો દાવો કર્યો
સોનાલી ફોગાટ સાથેની વાતચીત દરમ્યાન તે ભાવુક થઇ ગઈ અને તેણે કહ્યું કે તેનો પતિ રિતેશ તેને પબ્લિકલી ક્યારેય નહીં સ્વીકારે. વાત કરતા તેણે સોનાલીને જણાવ્યું કે ભલે તેમના બાળકો હોય, તેનો પતિ માત્ર તેને પોતાની અટક આપશે, પણ તેને મળવા નહીં આવે.

અભિનવ પાસેથી બીજું શું ઈચ્છે છે રાખી?
રાખીએ કહ્યું, 'હું કંઈપણ ખોટું કર્યા વગર મારા બાળકોને પેદા કરીશ.' સાથે જ રાખીએ એવું પણ કહ્યું કે 'હું ઈચ્છું છું કે અભિનવ મારા આઉટડોર શૂટ પર મારો સાથ આપે. મને કોફી ડેટ પર લઇ જાય, ફિલ્મો જોવા લઇ જાય.'