ટીવી સેલેબ્સને કોરોના:‘બિગ બોસ 14’ની વિનર રૂબીના પોઝિટિવ, હકારાત્મક દૃષ્ટિકોણ સાથે કહ્યું- હવે હું પ્લાઝમા ડોનેટ કરી શકીશ

મુંબઈ7 મહિનો પહેલા

ટીવીના સૌથી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ની વિનર રૂબીનાને હવે કોરોના થયો છે. પોઝિટિવ આવ્યા બાદ રૂબીનાએ સો.મીડિયામાં કહ્યું હતું કે તેના સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવી લે.

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રૂબીનાએ પોતાની હકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો હતો. એક્ટ્રેસે સો.મીડિયામાં કહ્યું હતું, હું હંમેશાં નેગેટિવ બાબતોને પોઝિટિવ એન્ગલથી જોતી હોઉં છું. હવે હું એક મહિના બાદ પ્લાઝમા ડોનેટ કરવા માટે સક્ષમ થઈ જઈશ. 17 દિવસ માટે હોમ ક્વૉરન્ટિન છું. છેલ્લાં પાંચ-સાત દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો મહેરબાની કરીને ટેસ્ટ કરાવે.

નિકટના મિત્રોએ જલ્દીથી ઠીક થઈ જવાની પ્રાર્થના કરી
રૂબીનાએ પોસ્ટ શૅર કર્યા બાદ અલી ગોની, જાસ્મિન ભસીન, રાહુલ મહાજન, મનુ પંજાબી, નિક્કી તંબોલી સહિતના સેલેબ્સ તથા ચાહકોએ જલ્દીથી ઠીક થવાની પ્રાર્થના કરી હતી.

થોડાં દિવસ પહેલાં સો.મીડિયા હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

એક્ટ્રેસે હાલમાં જ પોતાના સો.મીડિયામાં અકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો હોવાની વાત શૅર કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું, કોઈએ મારું અકાઉન્ટ લોગ-ઈન કરવાનો પ્રયાસ કર્યો છે અને લોકેશન દિલ્હી છે. પોતાનું જીવન જીવો અને પોતાની એનર્જી દેશમાં ચાલતા રોગચાળાનો ઉપાય કરવામાં લગાવે.