• Gujarati News
  • Entertainment
  • Television
  • Bigg Boss 14: Vikas Gupta To Take Legal Action Against Arshi Khan, Who Threatened To Implicate Him In The Meetoo Campaign, A;so Reveals Personal Rivalry With Family

બિગ બોસ 14:મીટૂ કેસમાં ફસાવાની ધમકી આપનારી અર્શી ખાન વિરુદ્ધ વિકાસ ગુપ્તા લીગલ એક્શન લેશે, પરિવાર પર પણ લગાવ્યા ગંભીર આરોપ

9 મહિનો પહેલા

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 14'માં હાલમાં જ વિકાસ ગુપ્તાએ પરિવાર સાથે ચાલી રહેલા અણબનાવ પર ઘણા મોટા ખુલાસા કર્યા છે. વિકાસનું કહેવું છે કે પરિવારવાળા માત્ર પૈસા માટે તેની સાથે સંબંધ રાખે છે. પણ જ્યારે વિકાસના બધા પૈસા પૂરા થઇ ગયા તો તેણે ખુદ તેની માતા અને ભાઈને ઘરમાંથી કાઢી નાખ્યા. આ સાથે જ વિકાસે અર્શી ખાન વિરુદ્ધ લીગલ એક્શન લેવાની વાત પણ કરી છે.

પરિવારની પ્રોપર્ટી પર નજર
થોડા મહિના પહેલાં જ વિકાસ ગુપ્તાએ તે બાયસેક્સ્યુઅલ છે તેવું જાહેર કર્યું હતું, જેના વિશે તેના પરિવારવાળા પણ જાગૃત છે. આના પર વિકાસનું કહેવું છે, 'મારો પરિવાર જાણે છે કે હું બાયસેક્સ્યુઅલ છું, માટે હું ક્યારેય લગ્ન નહીં કરું અને મારા ક્યારેય બાળકો નહીં હોય. માટે તે લોકો મારી પ્રોપર્ટી લેવા માટે મારી સાથે રહે છે.

માતાને ઘરમાંથી કાઢવાની વાત સ્વીકારી
અર્શી સાથેની લડાઈ પછી વિકાસ ગુપ્તાએ બધા કન્ટેસ્ટન્ટ સામે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. વિકાસે કહ્યું, 'તે લાંબા સમય સુધી તેની માતા અને ભાઈનો ખર્ચ ઉઠાવી રહ્યો હતો, પણ તે જ્યારે સાવ કંગાળ થઇ ગયો તો માતાએ તેની મદદ ન કરી. એક સમય એવો હતો જ્યારે બધા પૈસા ખર્ચાય ગયા બાદ તેને પૈસા માટે પ્રોપર્ટી વેચવી પડી રહી હતી. ત્યારબાદ જ્યારે તેણે માતા પાસે મદદ માગી તો તેમણે કહ્યું કે તે અત્યારે રજા પર આવ્યા છે અને થોડા દિવસ પછી વાત કરશે. આ વાતથી વિકાસ નારાજ થઇ ગયો અને તેણે પોતાની માતાને ઘર છોડવા કહી દીધું. આ વાત ઘણીવાર અર્શી ખાનના મોઢે પણ સાંભળવા મળી છે કે વિકાસે તેની માતાને ઘરથી ભગાડી દીધી. વિકાસે જણાવ્યું કે તેના પર 1.8 કરોડ રૂપિયાનું દેવું હતું, જેને કારણે તે સાવ દેવાળિયો થઇ ગયો હતો.

અર્શી ખાન પર બ્લેકમેલનો આરોપ લગાવ્યો
બિગ બોસ 11 પછી જ અર્શી ખાન અને વિકાસ ગુપ્તા સારા મિત્રો બની ગયા હતા, જેને કારણે બંનેનું એકબીજાના પરિવારમાં પણ ઇન્વોલ્વમેન્ટ હતું. થોડા મહિના પહેલાં વિકાસની માતાએ અર્શીને કોલ પર કહ્યું હતું કે વિકાસ તેને હેરાન કરી રહ્યો છે. આના પર બિગ બોસ 14 દરમ્યાન ઘણીવાર અર્શી વિકાસ સાથે ઝઘડતા અને ટોન્ટ મારતી દેખાઈ હતી. ઘણીવાર અર્શી વિકાસને બધા સામે સત્ય કહી દેવાની ધમકી પણ આપી ચૂકી છે. આના પર વિકાસે જણાવ્યું કે અર્શી તેને મીટૂ કેસમાં ફસાવા માટે ધમકીઓ આપી ચૂકી છે. હવે વિકાસે તેની વિરુદ્ધ લીગલ એક્શન લેવાની વાત કરી છે.