'બિગ બોસ'ના વિનરનું મૃત્યુ:40ની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન, ‘સિદ્ધાર્થે મારા ખોળામાં છેલ્લા શ્વાસ લીધા, હવે હું કેમ જીવીશ?’ GF શેહનાઝ ગિલ

મુંબઈ2 મહિનો પહેલા
  • સિદ્ધાર્થ શુક્લાને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા 'બિગ બોસ 13'ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિદ્ધાર્થના મોતનું અસલી કારણ ખબર પડશે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગઈ હતી. મુંબઈ પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોવા તેવા ઇનપુટ મળ્યા નથી. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર ત્રણ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

શહનાઝના ખોળામાં હતો સિદ્ધાર્થ
મીડિયાએ શહનાઝ ગીલના પિતા સંતોખ સિંહ સુખ સાથે વાત કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે, સંતોખે કહ્યું હતું, 'દીકરીના રડી રડીને હાલ બેહાલ છે. તેણે કહ્યું હતું કે પપ્પા તેણે મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.'

ઉલ્લેખનીય છે કે 'બિગ બોસ 13'માં સિદ્ધાર્થ તથા શહનાઝ સાથે હતા અને અહીંથી જ બંને વચ્ચે અફેર હોવાની વાત શરૂ થઈ હતી. શો પૂરો થયા બાદ પણ શહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

3 સપ્ટેમ્બરે અંતિમ સંસ્કાર થશે
સૂત્રોના મતે, સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. ત્રીજી સપ્ટેમ્બરે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં સિદ્ધાર્થનો પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારબાદ ઓશીવારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં જ શ્રીદેવીની ડેડબોડી અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવી હતી. જ્યારે ઓશીવારા સ્મશાનમાં 'બાલિકાવધૂ' ફૅમ પ્રત્યૂષા બેનર્જીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લે કરન કુંદ્રા સાથે વાત કરી હતી
સિદ્ધાર્થ શુક્લાએ બુધવાર (પહેલી સપ્ટેમ્બર) રાત્રે ટીવી એક્ટર કરન કુંદ્રા સાથે વાત કરી હતી. કરન કુંદ્રાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'શોકિંગ, હજી ગઈ કાલ રાત્રે અમે ફોન પર વાત કરી હતી. અમે વાત કરી હતી કે લાઇફમાં બધું જ કેટલું સારું છે. વિશ્વાસ નથી થતો. યાર તું આટલો જલ્દી જતો રહ્યો. રેસ્ટ ઇન પીસ. તારો હસતો ચહેરો યાદ કરીશ. હું ઘણો જ દુઃખી છું.'

પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો
પિપિંગમૂનના અહેવાલ પ્રમાણે, પરિવાર માને છે કે સિદ્ધાર્થના મૃત્યુમાં કોઈ ફાઉલ પ્લે નથી અને તેથી જ તે પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો. જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમનો આગ્રહ રાખ્યો હતો, કારણ કે સિદ્ધાર્થને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે મૃત હતો. પોલીસે પણ પોસ્ટમોર્ટમ માટે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સિદ્ધાર્થ કોઈ મેન્ટલ પ્રેશરમાં નહોતો અને કારણ વગરની અફવા વહેતી થાય તે તેમને પસંદ નથી. તેઓ એટલા આઘાતમાં છે કે મીડિયામાં ફોર્મલ સ્ટેટમેન્ટ પણ રિલીઝ કરી શક્યા નથી.

પરિવાર આજે અંતિમ સંસ્કાર કરવા માગે છે
સૂત્રોના મતે, સિદ્ધાર્થની માતા રીટા તથા બંને બહેનો નીતુ અને પ્રીતિ ઈચ્છે છે કે સિદ્ધાર્થની ડેડબોડી આજે જ મળી જાય, જેથી અંતિમ સંસ્કાર આજે થઈ શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પરિવાર હોસ્પિટલમાં છે
કૂપર હોસ્પિટલમાં ડોક્ટર શિવ કુમાર તથા અન્ય સીનિયર ડોક્ટર્સ પોસ્ટમોર્ટમ કરે છે. બીજી સપ્ટેમ્બરે સવારે સાડા દસ વાગે હોસ્પિટલના ડોક્ટર નિરંજને એક્ટરની બોડીની તપાસ કરી હતી. તેમણે જ કહ્યું હતું કે હોસ્પિટલ લાવ્યા તે પહેલાં જ સિદ્ધાર્થનું મોત થઈ ચૂક્યું હતું. સિદ્ધાર્થ પોતાની માતા સાથે રહે છે. તેની બંને બહેનો પણ એ જ બિલ્ડિંગની બીજી વિંગમાં રહે છે. હોસ્પિટલમાં બંને બહેનો, માતા તથા નિકટના પરિવારના સભ્યો હાજર છે.

સલમાન ખાનની સો.મીડિયા પોસ્ટ

રાત્રે સૂતાં પહેલાં દવાઓ લીધી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તે ઊઠ્યો નહીં. સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં ત તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ-અટેકને કારણે થયું છે.

સિદ્ધાર્થના સંબંધો શેહનાઝ ગિલ સાથે હોવાની ચર્ચા હતી.
સિદ્ધાર્થના સંબંધો શેહનાઝ ગિલ સાથે હોવાની ચર્ચા હતી.

ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે 'બિગ બોસ 13'ની સીઝન જીતી હતી. આ ઉપરાંત તેણે 'ખતરો કે ખિલાડી 7' શો જીત્યો હતો. સિરિયલ 'બાલિકા વધૂ'ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.

સિદ્ધાર્થે મોડલ તરીકે કરિયર શરૂ કરી હતી.
સિદ્ધાર્થે મોડલ તરીકે કરિયર શરૂ કરી હતી.

'બિગ બોસ' જીત્યા બાદ મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો
શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યુઝિક વીડિયો ‘ભૂલા દુંગા’માં શેહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયા’માં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.

મુંબઈમાં જન્મ
સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે 'બાબુલ કા અંગના છૂટે ના'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.

'બિગ બોસ' જીત્યા બાદ સિદ્ધાર્થ માતા સાથે.
'બિગ બોસ' જીત્યા બાદ સિદ્ધાર્થ માતા સાથે.

ફિલ્મમાં પણ જોવા મળ્યો
સિદ્ધાર્થ શુક્લા 2014માં ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે 'બિઝનેસ કી કઝખસ્તાન'માં પણ કામ કર્યું હતું. વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યુટીફુલ 3'માં પણ જોવા મળ્યો હતો.

ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં
સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મોતથી ટીવી ઇન્ડસ્ટ્રી ઘેરા આઘાતમાં છે. 'બિગ બોસ 13'ના પૂર્વ સ્પર્ધક અબુ મલિકે કહ્યું હતું, 'મેં બે દિવસ પહેલાં જ તેની સાથે વાત કરી હતી. તે મારા એક વીડિયોમાં કામ કરવાનો હતો. તેણે મને કહ્યું હતું કે તે આ વીડિયોમાં કામ કરશે. મને હજી વિશ્વાસ થતો નથી કે તે હવે નથી. મને આ સાંભળીને ઘેરો આઘાત લાગ્યો છે.'

'બિગ બોસ 13'ના ઘરમાં દેવોલીના.
'બિગ બોસ 13'ના ઘરમાં દેવોલીના.

'બિગ બોસ 13'ની સ્પર્ધક તથા ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યે કહ્યું હતું, 'આ વાત સાચી છે કે સિદ્ધાર્થ આપણને છોડીને જતો રહ્યો. હું હવે ક્યારેય પહેલાંની જેમ નહીં રહી શકું. આ ઘણું જ આઘાતજનક છે. અત્યારે મારી પાસે એના વિશે કોઈ જ શબ્દો નથી.'