તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14:ફિનાલે નજીક આવતા સલમાન ખાન દુઃખી થયો, કહ્યું- જો મેકર્સ મારી ફીમાં 15%નો વધારો કરશે તો નેક્સ્ટ સીઝનમાં પણ આવીશ

18 દિવસ પહેલા
 • કૉપી લિંક

'બિગ બોસ 14' શો ટૂંક સમયમાં પૂરો થવાનો છે. આ સીઝનનો ફિનાલે પણ થોડા દિવસમાં જ થઇ જશે અને ફેન્સને શોનો વિનર મળી જશે. શોમાં હર વખતની જેમ આ વખતે પણ ઘણો પ્રેમ, કોમેડી, ઝઘડો અને ગુસ્સો જોવા મળ્યો. આ વચ્ચે વીકેન્ડ કા વાર એપિસોડમાં હોસ્ટ સલમાને આ સીઝનના ફિનાલે નજીક આવવા પર દુઃખ જતાવ્યું. સાથે જ તેણે કહ્યું કે તે બિગ બોસ 15 હોસ્ટ કરવા માટે પોતાની ફીમાં 15%નો વધારો ઈચ્છે છે.

શો પૂરો થવાનો છે, તેને લઈને દુઃખી છું
સલમાન ખાને વીકેન્ડ કા વાર એપિસોડમાં કહ્યું, 'સીઝન પૂરી થવા જઈ રહી છે તેનો અર્થ છે કે બિગ બોસની ટીમના કોઈપણ સ્ટાફને આવતા અઠવાડિયાથી કોઈપણ ચેક નહીં મળે આવતા વર્ષ સુધી. આ કારણે શોની આખી ટીમ માટે ઘણો દુઃખી છું અને ઉદાસ પણ છું. શો પૂરો થવાનો છે તેને લઈને મિક્સ ઈમોશનલ ફીલિંગ છે, કભી ખુશી કભી ગમ.'

હું આવીશ, જો મેકર્સે મારા 15% વધાર્યા તો
શોના હોસ્ટ સલમાને વ્યૂઅર્સને કહ્યું, 'આ શો પૂરો થશે તો પછી હું પઠાન, ટાઇગર, કભી ઈદ કભી દિવાલી પર કામ કરીશ. ત્યાં સુધી 8 મહિનામાં બિગ બોસ 15 આવી જ જશે. જ્યારે તે આવશે ત્યારે તમે આવશો જ, આ તો ગેરેન્ટી છે. હું તો આવીશ જ આવીશ, જો મેકર્સ મારા 15% વધારી દે તો.'

સલમાને પુષ્ટિ કરી, શાહરુખની ફિલ્મ 'પઠાન'માં દેખાશે
રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાન 'બિગ બોસ'ની એક સીઝન હોસ્ટ કરવા માટે અંદાજે 2થી 3 કરોડ રૂપિયા પ્રતિ એપિસોડ ફી લે છે. સલમાને પોતાની આ વાતોમાં મેકર્સ સામે આ વાત રાખી દીધી કે આગામી સીઝનને હોસ્ટ કરવા માટે તે તેની ફીમાં 15%નો વધારો ઈચ્છે છે. આ સિવાય તેણે એ વાતની પણ પુષ્ટિ કરી દીધી કે તે ટૂંક સમયમાં શાહરુખ ખાનની 'પઠાન'માં પણ દેખાશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ખુદ ફિલ્મ 'રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં દેખાશે. આ ફિલ્મમાં સલમાન સિવાય દિશા પટની, રણદીપ હૂડા અને જેકી શ્રોફ લીડ રોલમાં છે. આ સિવાય સલમાનની અપકમિંગ ફિલ્મોમાં 'કભી ઈદ કભી દિવાલી', 'કિક 2', 'ટાઇગર 3' અને 'અંતિમ' સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો