તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Television
  • Bigg Boss 14: Salman Khan Shoot For Special Promo In JW Marriot Hotel In Mumbai, Ex Contestants Siddharth Shukla, Gauhar Khan, Hina Khan And Monalisa Are Also Part Of The Quarantine Based Promo

બિગ બોસ 14:સ્પેશિયલ પ્રોમો શૂટ કરવા માટે સલમાન ખાન મુંબઈ પહોંચ્યો, એક્સ કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા, ગોહર ખાન, હિના ખાન અને મોનાલીસા પણ ક્વોરન્ટીન આધારિત પ્રોમોનો હિસ્સો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝનના સૌથી પોપ્યુલર શો 'બિગ બોસ 14'ની તૈયારી શરૂ થઇ ગઈ છે. શો 3 ઓક્ટોબરે કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.અને તેના 16 દિવસ પહેલાં હોસ્ટ સલમાન ખાને તેના સ્પેશિયલ પ્રોમોનું શૂટ કર્યું છે. ખબરી પેજ તરફથી શૂટિંગના અમુક ફોટો સતત સામે આવી રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રોમોને કન્ટેસ્ટન્ટ ક્વોરન્ટીન હોવાની થીમ પર બનાવવામાં આવી રહ્યો છે.

હાલમાં જ શોના ખબરી પેજ તરફથી સમાચાર છે કે સલમાન ખાને મુંબઈના જુહુ સ્થિત જે ડબ્લ્યુ મેરિયટ હોટલમાં સ્પેશિયલ પ્રોમો શૂટ કર્યો છે. સેટના ફોટોમાં ફ્લોર પર એક મોટું ચેસનું બોર્ડ બનેલું દેખાયું હતું. આ સ્પેશિયલ પ્રોમોની થીમ શોમાં જતા પહેલાં ક્વોરન્ટીન થનારા કન્ટેસ્ટન્ટ પર છે.

પ્રોમોમાં એક્સ કન્ટેસ્ટન્ટ જોવા મળશે
બિગ બોસ ખબરી પેજ અનુસાર આ સ્પેશિયલ પ્રોમોમાં સલમાન ખાન સાથે અગાઉની સીઝન્સના એક્સ કન્ટેસ્ટન્ટ પણ જોવા મળશે. તેમાં વિનર રહેલા સિદ્ધાર્થ શુક્લા અને ગોહર ખાન સિવાય હિના ખાન અને મોનાલીસા પણ છે. શોમાં એન્ટ્રી લેનારા બધા સેલેબ્સ અને કોમન લોકો 20 સપ્ટેમ્બરથી ક્વોરન્ટીન થવાના છે. તે પહેલાં જ આ પ્રોમો ચેનલ દ્વારા રિલીઝ કરવામાં આવશે.

હાલ તો જેસ્મિન ભસીન, જાન શાનુ, પવિત્રા પુનિયાના નામ શો માટે કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. શોમાં સામેલ થનારા 16 કન્ટેસ્ટન્ટમાં ચાર યુટ્યુબર્સ સહિત 13 સેલેબ્સ અને 3 કોમન લોકો છે. યુટ્યુબર કેરી મિનાટીનું નામ શો માટે ચર્ચાઈ રહ્યું હતું પરંતુ તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ અફવા છે. આકાંશા પુરી અને અને અલી ગોનીના નામ પણ સતત સામે આવી રહ્યા હતા પરંતુ બંનેએ ના પાડી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો