તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14:રાખી સાવંત પર સલમાન ખાન ભડક્યો, દરવાજો દેખાડતા કહ્યું- અમને આવું એન્ટરટેનમેન્ટ નથી જોઈતું, તમે જઈ શકો છો

એક મહિનો પહેલા

બિગ બોસ 14ના વીકેન્ડ કા વાર એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં હોસ્ટ સલમાન ખાન કન્ટેસ્ટન્ટને ખિજાતો દેખાયો છે. એક ફાઇટ દરમ્યાન નિક્કી તંબોલીએ રાખી સાવંતના મેકઅપને 'લોખંડવાલા બ્રાન્ડ'નો કહ્યો હતો. આના પર સલમાને નિક્કીને આડે હાથ લેતા પૂછ્યું, 'લોખંડવાલા, તમે ક્યા ચંદ્ર પરથી આવ્યા છો.' ગયા અઠવાડિયે બિગ બોસના ઘરની અંદર ઝઘડા ઘણા વધી ગયા હતા. માટે સલમાન રાખીને ખિજાયો અને તેને ઘર છોડવા કહી દીધું.

સલમાને રાખી માટે ઘરના દરવાજા ખોલ્યા
સલમાન રાખીને થિયેટરમાં જવા માટે કહે છે, જેથી તે તેની સાથે વાત કરી શકે. સલમાને રાખીને કહ્યું કે તેણે હંમેશાં તેનો સપોર્ટ કર્યો છે, પણ તે એન્ટરટેનમેન્ટના નામ પર લાઈન ક્રોસ ન કરી શકે. સલમાને કહ્યું કે તે તરત જ ઘર છોડીને જઈ શકે છે. ત્યાં સુધી કે સલમાન બિગ બોસના ઘરના દરવાજા પણ ખોલવા માટે કહી દે છે.

સલમાને કહ્યું, 'લોકો પર લાંછન લગાવો છો, તેમના કેરેક્ટર પર સવાલ ઊઠાવો છો. મેં હંમેશાં તમને સપોર્ટ કર્યો છે. પણ જો આ એન્ટરટેનમેન્ટ છે, તો અમને આ એન્ટરટેનમેન્ટની જરૂર નથી. દરવાજા ખોલી નાખો.' દરવાજો ખૂલતો જોઈને અલી, રાહુલ અને નિક્કી ચોંકી જાય છે, જ્યારે રાખી દરવાજો જોવા લાગે છે. છેલ્લા અમુક અઠવાડિયામાં રાખી અભિનવ અને રૂબીના સાથે ફાઇટ કરતી દેખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો