તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14:અભિનવ શુક્લાના નોમિનેશનને લઈને દુવિધામાં પડી રાખી સાવંત, રડતા બોલી - તમે મારી સાથે ઘણું ખરાબ કર્યું છે

એક મહિનો પહેલા

બિગ બોસ 14ના અપકમિંગ એપિસોડનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. તેમાં નોમિનેશન ટાસ્ક દરમ્યાન રાખી સાવંત દુવિધામાં દેખાય છે. જ્યારે રાખીને વિકલ્પ આપવામાં આવ્યો કે તે શોમાં અભિનવ શુક્લાને નોમિનેટ કરવા ઈચ્છે છે કે બચાવવા ઈચ્છે છે. તેના પર રાખી ખૂબ રડવા લાગે છે. શોમાં તેણે ઘણીવાર અભિનવ સાથેના પોતાના પ્રેમને વ્યક્ત કર્યો છે.

નોમિનેશન ટાસ્ક દરમ્યાન ભાવુક થઇ રાખી
નોમિનેશન ટાસ્કમાં કન્ટેસ્ટન્ટ એક એક કરીને એક ખાલી રૂમમાં જશે અને બુકમાં એક કન્ટેસ્ટન્ટનું નામ લખશે જેને તે બચાવવા ઈચ્છે છે. જે ખાલી રૂમમાં જશે તે કા તો કન્ટેસ્ટન્ટનું નામ રાખી શકે છે અથવા તે નામના પેજને ફાડી શકે છે. તે દરમ્યાન રાખી સાવંત નોમિનેશન ટાસ્ક કરવા જાય છે. જ્યારે તેને અભિનવનું નામ દેખાય છે તો તે ભાવુક થઇ જાય છે અને કહેવા લાગે છે, 'તમે મારી સાથે ઘણું ખરાબ કર્યું છે અભિનવ.' ત્યારબાદ તે બિગ બોસને કહે છે, 'મારા હાથ ધ્રુજી રહ્યા છે' અને પછી ચિંતિત થઈને કહે છે 'હે ભગવાન શું કરું?' હાલમાં જ વીકેન્ડ કા વાર એપિસોડ દરમ્યાન અભિનવે શોમાં કહ્યું કે તે રાખીના એન્ટરટેનમેન્ટથી કંટાળી ગયા છે અને ઘર જવા ઈચ્છે છે.

અગાઉ પણ રાખીએ પ્રેમ વ્યક્ત કર્યો હતો
પહેલાં પણ રાખી ઘણીવાર અભિનવને હેરાન કરતી તો કોઈવાર પોતાનો પ્રેમ જતાવતી દેખાઈ હતી. ક્યારેક લાલ રંગની લિપસ્ટિકથી આખા બોડી પર 'આઈ લવ યુ અભિનવ' લખીને ફરતી દેખાઈ તો કોઈવાર અભિનવનો પાયજામો ખેંચતી દેખાઈ હતી. રાખી બિગ બોસ 14ની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો