'બિગ બોસ 14'માં આ વર્ષે સિંગર રાહુલ વૈદ્ય કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ છે. રાહુલની ગેમ દર્શકો અને સલમાનને ઘણી ગમી રહી છે. આ વચ્ચે એક્ટર ટૂંક સમયમાં નેશનલ ટીવી પર તેનો પ્રેમ જાહેર કરવાનો છે. રાહુલ છેલ્લા 2 વર્ષથી ટીવી એક્ટ્રેસ દિશા પરમારને ડેટ કરી રહ્યો છે. બંને સતત સોશિયલ મીડિયા પર તેના રોમેન્ટિક ફોટોઝ શેર કરતા રહે છે ત્યારબાદ હવે રાહુલ બિગ બોસ શોમાં જ એક્ટ્રેસને લગ્ન માટે પ્રપોઝ કરવાનો છે.
દિશા પરમાર ટીવી શો 'પ્યાર કા દર્દ હૈ મીઠા- મીઠા પ્યારા -પ્યારા'માં દેખાઈ હતી. સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો આવ્યા બાદ બંનેએ રિલેશન પર મૌન સાધ્યું હતું. 'બિગ બોસ 14'માં એન્ટ્રી લેતા પહેલાં રાહુલે એક ઇન્ટરવ્યૂમાં રિલેશનના સમાચારને અફવા ગણાવી દિશાને માત્ર મિત્ર ગણાવી હતી.
ગર્લફ્રેન્ડના 28મા જન્મદિવસ પર પ્રપોઝ કર્યું
11 નવેમ્બરે ટીવી એક્ટ્રેસ દિશા પરમારનો 28મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે લેડી લવને સરપ્રાઈઝ આપતા રાહુલ ઘૂંટણ પર બેસીને તેને પ્રપોઝ કરવાનો છે. રાહુલે તેના સફેદ ટી-શર્ટ પર ગર્લફ્રેન્ડ દિશા પરમારનું નામ લખ્યું હતું. તે પહેરીને રાહુલે કહ્યું, આજ મારા માટે ઘણો ખાસ દિવસ છે. મારી લાઈફમાં એક છોકરી છે અને તેનું નામ દિશા પરમાર છે. હે, ભગવાન હું આટલો નર્વસ ક્યારેય નથી થયો. ખબર નહીં આ પૂછવામાં મેં આટલો સમય કેમ લીધો. શું તું મારી સાથે લગ્ન કરીશ.
પ્રપોઝ કર્યા પછી રાહુલે જવાબ માગતા કહ્યું, હું તારા જવાબની રાહ જોઇશ. રાહુલનો આ રોમેન્ટિક અંદાજ જોઈને બધા ઘરવાળાએ તેને ચીઅર કર્યો. આ એપિસોડનો પ્રોમો પણ ચેનલે રિલીઝ કરી દીધું છે. દિશા ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે 'બિગ બોસ 7'માં ગેસ્ટ તરીકે પણ આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.