તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14:એક્ટ્રેસ ગેહના વશિષ્ઠનો દાવો, ‘રાહુલ મહાજને ત્રણ નહિ પણ ચારવાર લગ્ન કર્યા છે’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ ટીવી રિયાલિટી શો બોગ બોસની અંદર રહેતા ફેમસ સેલેબ્સની પર્સનલ લાઈફ જાણતી હોવાના દાવા કરે છે. હવે તેણે રાહુલ મહાજનની મેરેજ લાઈફને લઈને મોટો ખુલાસો કર્યો છે. ગેહનાએ દાવો કરતા કહ્યું કે, રાહુલના ત્રણ નહિ પણ ચાર લગ્ન થયા છે.

રાહુલના લગ્ન ત્રણવાર નહિ, પણ ચારવાર થયા છે
ગેહનાએ આરોપ મૂકતા કહ્યું છે કે, રાહુલના ત્રણ નહિ, ચાર વખત લગ્ન થયા છે. રાહુલે મુંબઈની મોડેલ ભાવીશા દેસાઈ સાથે સિક્રેટ રીતે મંદિરમાં લગ્ન કર્યા હતા. તે મૂળ ગોવાની રહેવાસી છે, પરંતુ છેલ્લા 15-18 વર્ષથી મુંબઈમાં કામ કરી રહી છે. ભાવીશાએ આરોપ મૂક્યો હતો કે, લગ્નના થોડા મહિના પછી રાહુલે તેને છોડી દીધી અને પછી કોન્ટેક્ટ ના કર્યો.

‘બિગ બોસ 14’માં ચેલેન્જર રૂપે રાહુલે એન્ટ્રી કરી હતી
રાહુલે ‘બિગ બોસ 14’માં રવિવાર રાતે ચેલેન્જર બનીને એન્ટ્રી લીધી છે. રાહુલ ઉપરાંત શોમાં ગઈ સીઝનના કન્ટેસ્ટન્ટ કશ્મીરા શાહ, રાખી સાવંત, વિકાસ ગુપ્તા, મનુ પંજાબી અને અર્શી ખાને વિકેન્ડ વોર એપિસોડમાં એન્ટ્રી લીધી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રમોદ મહાજનના દીકરા રાહુલે 2018માં કઝાકિસ્તાનની 25 વર્ષીય મોડલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યા હતા. નતાલ્યાએ રાહુલ સાથે લગ્ન કરીને હિન્દી ધર્મ સ્વીકાર્યો છે. 43 વર્ષીય રાહુલે શ્વેતા સિંહ અને ડિમ્પી ગાંગુલી સાથે છૂટાછેડા પછી આ ત્રીજા લગ્ન કર્યા છે.

ઘરેલુ હિંસા આરોપોને લીધે લગ્નજીવનનો અંત આવ્યો હતો
રાહુલ મહાજનનાં આની પહેલાંના લગ્ન ઘરેલુ હિંસાને લીધે તૂટ્યા. તેની પ્રથમ પત્ની શ્વેતા તેની બાળપણની મિત્ર હતી. બંને એકબીજાને 13 વર્ષથી ઓળખતા હતા. શ્વેતાએ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો હતો. ડિસેમ્બર 2007માં બંને અલગ થઇ ગયા. પછી 2008માં બંનેએ છૂટાછેડા લીધા. 2010માં રાહુલે રિયાલિટી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાયેગા’ની કન્ટેસ્ટન્ટ ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા. 4 વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયા. ડિમ્પીએ પણ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો