તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસના ઘરમાં હિંસા:નવા વીડિયોમાં રાખી સાવંતે આરોપ લગાવ્યો કે જેસ્મિન ભસીને તેનું નાક તોડ્યું, સર્જરીની માગ કરી રહી છે રાખી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બિગ બોસના ઘરમાં કેપ્ટન્સીના ટાસ્ક દરમ્યાન રાખી સાવંતને ઇજા થઇ છે. એક નવા વીડિયોમાં રાખી અને જેસ્મિન ભસીન વચ્ચે ઝઘડો થતો જોવા મળ્યો, ત્યારબાદ જેસ્મિને રાખીના માથા પર બર્ડ હેડ માસ્ક પૂરી તાકાત સાથે પહેરાવ્યું, જેને કારણે તેને નાકમાં વાગ્યું. વીડિયોમાં રાખી રડતા આરોપ લગાવે છે કે જેસ્મિને તેનું નાક તોડી દીધું.

આજ માટે કેન્સલ થયો કેપ્ટન્સી ટાસ્ક
વીડિયોમાં આ ઘટના પછી જેસ્મિન રાખીને એવું કહેતી જોવા મળી કે, મારી સાથે પંગો ન લેતા, મને છેડતા નહીં. આ બંનેના ઝઘડામાં અલી ગોની પણ કૂદી પડ્યો. જે રાખી પર જોર-જોરથી રાડો પાડતો દેખાયો. બિગબોસ ખબરી મુજબ કેપ્ટન્સી ટાસ્ક આજ માટે કેન્સલ કરી દેવામાં આવ્યો છે. કારણકે રાખીની તબિયત ઠીક લાગી રહી ન હતી, હવે આ ટાસ્ક કાલે ફરીવાર થશે.

જેસ્મિને રાખીને નાટકડીકહ્યું
રાખી સાવંત સતત રડતા પોતાની સાથે થયેલા વર્તન વિશે બોલી રહી હતી. તેણે સર્જરીની ડિમાન્ડ કરી છે. જોકે, જેસ્મિનને આ વાતથી કોઈ ફરક પડતો ન હતો કે રાખીને વાગ્યું છે. તે આને રાખીનો ડ્રામા કહી રહી છે. તેણે કહ્યું કે આ મગરના આંસુ છે. તે નાટકડી છે. ત્યારબાદ રાખી તેનું માઈક કાઢીને ફેંકી દે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો