તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ બોસ 14માં મોટું ટ્વિસ્ટ:જાન્યુઆરીને બદલે એક અઠવાડિયાંમાં શોનો ફિનાલે, 9માંથી 4 મેમ્બર શોમાંથી બહાર જશે

8 મહિનો પહેલા

ટીવી રિયાલિટી શો બિગ બોસ 14માં વધારે મનોરજન ઉમેરવા માટે મેકર્સ ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન ઉમેરી રહ્યા છે. નવા વાઈલ્ડ કાર્ડ મેમ્બર, જૂના કન્ટેસ્ટન્ટની એન્ટ્રી પછી હવે સલમાન ખાને ફિનાલે સાથે જોડાયેલી મોટી જાહેરાત કરાવી છે. તે સાંભળીને ઘરમાં હાજર દરેક કન્ટેસ્ટન્ટ ચોંકી ગયા હતા. આ સીઝનના શોનું ફાઈનલ જાન્યુઆરીની જગ્યાએ આવતા અઠવાડિયે થશે.

રિયાલિટી શોએ એક નવો પ્રોમો જાહેર કર્યો છે. તેમાં વીકેન્ડ વોરમાં હોસ્ટ સલમાન ખાન દરેકને ઝાટકો આપવાનો છે. સલામન દરેકને પૂછે છે કે, ફિનાલે ક્યારે હશે. તેના જવાબમાં નિક્કીએ કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ વીકમાં. તો સલમાને કહ્યું કે, ફિનાલે જાન્યુઆરીની જગ્યાએ આવતા અઠવાડિયે થવાનું છે.

એકસાથે 5 લોકો ઘરની બહાર જશે
સલમાને જણાવ્યું કે, આવતા અઠવાડિયે યોજાનારા ફિનાલેમાં 4 લોકો જ સામેલ થઇ શકશે અને બાકીના મેમ્બર ઘરની બહાર. આ સાંભળીને બધા કન્ટેસ્ટન્ટ ચોંકી જાય છે. છેલ્લી સીઝનમાં શો એક મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો. આ વખતે શો જલ્દી પૂરો કરવાની વાત સાંભળીને દર્શકોને પણ નવાઈ લાગી છે.

સ્પેશિયલ પેનલ ઘરે આવશે
આ અઠવાડિયે વીકેન્ડ વોરમાં ચાર મેમ્બરની એક પેનલ દેખાશે જેમાં એક્સ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબી, દેવોલીના ભટ્ટાચાર્ય, કવિતા કૌશિકનો પતિ રોનિત બિસ્વાસ અને પ્રોડ્યુસર સંદીપ સિકંદ સામેલ છે.

આ સીઝનની પહેલાં બિગ બોસ 13માં શોની વચ્ચે ફિનાલે રાખવામાં આવ્યું હતું. આ ફિનાલે એપિસોડમાં છેલ્લા વર્ષે બે મજબૂત કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઈ અને દેવોલીના બેઘર થઇ હતી અને માહિરા પારસ છાબરાને લીધે સેવ થઇ ગઈ હતી. જો કે, TRP ઘટતા મેકર્સે દેવોલીના અને રશ્મિને બીજીવાર ઘરમાં વાઈલ્ડ કાર્ડ મેમ્બર તરીકે એન્ટ્રી કરાવી હતી.