બિગ બોસ 14:શોના એક્સટેન્શન અને રેટિંગ પર ચર્ચા કરતા અલી-જેસ્મિનની ઓડિયો ક્લિપ લીક થઈ, અલી 10 અઠવાડિયાં માટે આવ્યો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીવી પર આવતા રિયાલિટી શો બિગ બોસ 14માં અલી ગોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીમાં સામેલ થયો છે. પોતાના વાતોથી ચર્ચામાં રહેતા અલી ગોની અને જેસ્મિન ભસીનની કેમેસ્ટ્રી દર્શકોને ગમી રહી છે, પરંતુ આ જોડી હવે વધારે સમય સુધી જોવા નહિ મળે કારણકે અલી શોમાં માત્ર 10 અઠવાડિયાંના કોન્ટ્રાક્ટ પર આવ્યો છે. આ વાતનો ખુલાસો અલી અને જેસ્મિનની એક ઓડિયો ક્લિપથી થયો છે જે સોશિયલ મીડિયા પર લીક થઇ ગઈ છે.

લાસ્ટ સીઝનની જેમ બિગ બોસ 14 પણ એક્સટેન્ડ થઈ શકે છે
સોશિયલ મીડિયા પર બિગ બોસ 14ના એક ન્યૂઝ પેજ પર અલી ગોની અને જેસ્મિન ભસીનની એક ઓડિયો વાઈરલ થઇ છે જેમાં શોના એક્સટેન્શન પર જેસ્મિન કહે છે કે, સીઝન એક્સટેન્ડ કરવી કે નહિ તે આપણને થોડા પૂછશે? શું કરશો, નહિ તો બહાર જતા રહો. આ વાત પર અલીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ પર લખેલું છે, કરવું પડશે. જેસ્મિને કહ્યું, મને લાગે છે કે હજુ એક-બે અઠવાડિયાં એક્સટેન્ડ થશે, રેટિંગ ખરાબ છે?

બોગ બોસ 14ના ખરાબ રેટિંગ પર ચર્ચા થઇ
અલી ગોની શોની અધવચ્ચેથી સામેલ થયો છે આથી તેને રેટિંગ વિશે ખબર છે. જેસ્મિનના પ્રશ્ન પર તેણે કહ્યું, અત્યારે ખબર નહિ રેટિંગ કેવું છે, પરંતુ આ 1.2 છે, ઓપનિંગમાં 2.7 હતું. જેસ્મિનને પૂછ્યું કે, આટલુ જ રહ્યું કે ડ્રોપ થયું હતું? સિનિયર્સ હતા તો પણ ડ્રીપ થયું. જેસ્મિનની વાતની અવગણના કરીને અલીએ આગળ એક્સટેન્શન પર કહ્યું કે, એક્સટેન્ડ થશે તો પછી એક મહિના માટે થશે કારણ કે બે અઠવાડિયાં માટે થતું નથી અને થશે તો પણ તેમાં મને ફાયદો નથી કારણકે મારો કોન્ટ્રાક્ટ જ એવો છે.

10 અઠવાડિયાંના કોન્ટ્રાક્ટ માટે અલી ગોની આવ્યો છે
જેસ્મિન ભસીન સાથે થયેલી સિક્રેટ વાતચીતમાં અલીએ પોતાના કોન્ટ્રાક્ટના દિવસોનો ખુલાસો કર્યો. જેસ્મિન અલીની એક્સટેન્શનવાળી વાત સાંભળીને કહે છે કે, એક મહિનો તો ઘણો વધારે છે, અલી. તારો તો 10 અઠવાડિયાંનો કોન્ટ્રાક્ટ હતો ને! આ વાત પર અલી જેસ્મિનને કહે છે કે, તારા કેટલા બાકી છે? 11 બાકી છે જેમાં 4 વીક થઇ ગયા હું તો પાંચમા વીકમાં આવ્યો છું. જેસ્મિને આગળ કહ્યું કે, મને બસ આશા છે કે, બહાર નીકળીને શો મળી જાય.

અલી શોની શરૂઆતમાં જ એન્ટ્રી લેવાનો હતો પરંતુ બોની કપૂરની ફિલ્મ ઝિદમાં વ્યસ્ત હોવાને લીધે એક્ટરે ઓફર ફગાવી દીધી હતી. એ પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયા પછી મેકર્સે ફરીથી અલી પાસે અપ્રોચ કર્યો અને આ વખતે અલી માની ગયો. અલી અને જેસ્મિન રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં મળ્યા હતા અને ત્યારથી તેમની વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ. એવું ચર્ચાઈ રહ્યું છે કે બંને રિલેશનશિપમાં છે પરંતુ બંનેએ આ સંબંધને ‘દોસ્તી’નું નામ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...