• Gujarati News
  • Entertainment
  • Television
  • Bigg Boss 14: After Jaan Sanu, Colors Channel Showed A Glimpse Of Two New Contestants, One Is Popular Tv Actor And The Other Is South Cinema's Popular Actress

બિગ બોસ 14:જાન સાનુ બાદ કલર્સ ચેનલે અન્ય બે કન્ટેસ્ટન્ટની ઝલક બતાવી, એક પોપ્યુલર એક્ટર છે અને બીજી સાઉથ સિનેમાની પોપ્યુલર એક્ટ્રેસ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

3 ઓક્ટોબરે ટેલિવિઝનના સૌથી વિવાદિત રિયાલિટી શોનું ગ્રાન્ડ પ્રીમિયર થવાનું છે. શો શરૂ થવામાં થોડા દિવસ બચ્યા છે ત્યારે ચેનલ બધા કન્ટેસ્ટન્ટની ઝલક શેર કરી રહી છે. સૌથી પહેલા સિંગર કુમાર સાનુના દીકરા જાન સાનુનું નામ કન્ફર્મ કરવામાં આવ્યું છે ત્યારબાદ અન્ય બે ના ચહેરા સામે આવ્યા છે.

હાલમાં જ કલર્સ ચેનલ તરફથી શોનું એક નવું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં કન્ફર્મ કન્ટેસ્ટન્ટની પહેલી ઝલક દેખાડવામાં આવી છે. સ્ટેજ પર 'તેરા બાપ આયા' ગીત પર ડાન્સ કરતા દેખાતો એક્ટર અન્ય કોઈ નહીં પણ એજાઝ ખાન છે. 'કાવ્યાંજલિ' શોથી ફેમ મેળવનાર આ એક્ટર 'ક્યા હોગા નિમ્મો કા', 'યે મોહ-મોહ કે ધાગે' શોમાં પણ દેખાયો હતો. ટીવી સિવાય તે 'મૈંને દિલ તુજકો દિયા' અને 'તનુ વેડ્સ મનુ' જેવી ઘણી ફિલ્મોની કાસ્ટમાં સામેલ હતો.

એજાઝ સિવાય પોપ્યુલર સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ નિક્કી તંબોલી પણ આ વર્ષે શોમાં દેખાવાની છે. તેની પહેલી ઝલક સામે આવી છે. નિક્કીએ 24 સપ્ટેમ્બરે ગ્રાન્ડ પ્રીમિયર પરફોર્મન્સનું શૂટિંગ કર્યું હતું તેના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. પ્રોમોમાં નિક્કી નોરા ફતેહીના હિટ સોન્ગ 'દિલબર' પર પરફોર્મ કરતી દેખાઈ છે.

એક્સ કન્ટેસ્ટન્ટ શોમાં આવશે
દરેક સીઝન શોના શરૂઆતના દિવસોમાં ઠંડી હોય છે આનું નિવારણ લાવીને મેકર્સે એક્સ કન્ટેસ્ટન્ટને શોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. હાલ શોમાં આવનારા એક્સ કન્ટેસ્ટન્ટમાં હિના ખાન, ગોહર ખાન, બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલના નામ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...