'કેબીસી'માં બાળકની સામે હાર્યા:હોટસીટ પર ટેણીયાએ અમિતાભને ચેલેન્જ આપી, અનેક પ્રયાસ બાદ બિગ બીએ અંતે હાર સ્વીકારી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 'કેબીસી'માં બાળકો સ્પેશિયલ એપિસોડ આવી રહ્યાં છે

અમિતાભ બચ્ચનના ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ 13'માં હાલમાં બાળકો જોવા મળે છે. હાલમાં જ છત્તીસગઢનો અદ્વૈત શર્મા હોટ સીટ પર જોવા મળ્યો હતો. હોટ સીટ પર બેસીને અદ્વૈતે બિગ બીને અવનવા સવાલો પૂછ્યા હતા અને ચેલેન્જ આપી હતી. અમિતાભ નાના બાળકની ચેલેન્જને પૂરી કરી શક્યા નહોતા.

શું કહ્યું અદ્વૈતે?
બાળકે હોટસીટ પર બેસીને કહ્યું હતું, 'હું દરેકને આ ચેલેન્જ આપવા માગું છું કે તેઓ મારી જેમ કરી શકે છે કે નહીં.' બાળકે પોતાની જીભથી નાકને ટચ કર્યું હતું અને પછી તમામને આમ કરવાનું કહ્યું હતું. અમિતાભ બચ્ચને પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.

અંતે હારીને બિગ બીએ કહ્યું હતું, 'મારાથી તો થયું જ નહીં. મૂછ સુધી જ ગયું.' ત્યારબાદ અદ્વૈતે જીભથી કોણીને ટચ કરી હતી. ત્યાં બેઠેલાં દર્શકો તથા અમિતાભે પણ આવું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘણાં બધા લોકોથી આમ થયું નહોતું.

ત્યારબાદ આ બાળકે જીભથી પોતાની છાતીને પણ ટચ કરીને બતાવ્યું હતું અને અમિતાભે પણ આમ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનાથી થયું નહોતું.