તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડની અસર:‘ધ કપિલ શર્મા’ શોના મેકર્સે સ્ક્રિપ્ટ બદલવા કહ્યું, તેમ છતાં કેટલાક અઠવાડિયાં સુધી ભારતી સિંહ સ્ક્રીન પર દેખાશે

10 દિવસ પહેલાલેખક: કિરણ જૈન

ડ્રગ્સ લેવાના આરોપમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને અરેસ્ટ કર્યા છે. હાલ ચર્ચાઈ રહ્યું છે કે તેની અસર ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ના શૂટિંગ પર પડી શકે છે. જો કે, અમુક એપિસોડમાં ભારતીની હાજરી રહેશે.

‘ધ કપિલ શર્મા શો’ સાથે જોડાયેલા સૂત્રો જણાવે છે કે, ‘શોના શેડ્યુલ પ્રમાણે કપિલ શર્મા, ભારતી સિંહ અને તેની આખી ટીમ 25 અને 26 નવેમ્બરે શૂટ કરવાના હતા, પરંતુ ભારતીની ધરપકડ પછી ટીમમાં ભાગદોડ થઇ ગઈ છે. ભારતીમાં કો-સ્ટાર્સ ચિંતામાં છે. તેઓ નક્કી નથી કરી શકતા કે આવનારા દિવસોમાં શૂટિંગ કરવું કે નહિ?’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘નેક્સ્ટ શેડ્યુલ પ્રમાણે શોની ટીમ ઇન્ડિયન આઈડલના કેટલાક કલાકાર સાથે શૂટ કરવાની હતી. મેકર્સ કોઈ પણ પ્રકારનું નુકસાન ઇચ્છતા નથી. આથી તેઓ શૂટિંગ કેન્સલ કરવા તૈયાર નથી. આથી મેકર્સે ક્રિએટિવ ટીમને સ્ક્રિપ્ટમાં ચેન્જ કરવા અને ભારતીના સીનને કેન્સલ કરવાનું કહ્યું છે. ટીમે આ રીતે કામ કરવાનું પણ શરુ કરી દીધું છે.’

શો સાથે જોડાયેલા સૂત્રએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં શોના બેંક એપિસોડ બનાવીને મૂક્યા છે. કારણકે હોસ્ટ કપલ શર્મા ટૂંક સમયમાં તેની વેબ સિરીઝનું શૂટિંગ કરવાના છે અને તેઓ નથી ઈચ્છતા કે તેમને લીધે શોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય.’

ટીમે અભિષેક બચ્ચન અને અજય દેવગણ સાથે શૂટ કર્યું છે. બંને પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ બિગ બુલ’ પ્રમોટ કરવા આવ્યા હતા. વરુણ ધવન પોતાની ફિલ્મ ‘કુલી નં. 1’ની પ્રમોશનલ એક્ટિવિટી કપિલ અને તેની ટીમ સાથે શૂટ કરાવી ચૂક્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ એક એપિસોડ શૂટ કર્યો છે.

આ તમામ એપિસોડમાં ભારતી હાજર છે. આથી હમણાં શૂટ ના કર્યા હોવા છતાં તે કેટલાક એપિસોડ સુધી સ્ક્રીનમાંથી ગાયબ નહિ થાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો