ડિલિવરી બાદ કોમેડિયન કામ પર ચઢી:12 દિવસના દીકરાને ઘરે મૂકીને ભારતી સિંહે શૂટિંગ શરૂ કર્યું, બોલી- કામ તો આખરે કામ હોય છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન ભારતી સિંહે ડિલિવરીના છેલ્લાં દિવસ સુધી કામ કર્યું હતું. ડિલિવરીના 12મા દિવસથી જ ભારતી સિંહે કામ પણ શરૂ કરી દીધું છે. ભારતીએ 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. ભારતી સિંહે કહ્યું હતું કે દીકરાને ઘરે મૂકીને આવી તો તે ઘણું જ રડી હતી.

ભારતીએ રડવાનું કારણ પણ જણાવ્યું
ભારતી સિંહ રિયાલિટી શો 'હુનરબાઝ'ના સેટ પર જોવા મળી હતી. ભારતીએ ડિલિવરીના 12મા દિવસથી કામ શરૂ કરી દીધું છે. સેટ પર ફોટોગ્રાફર્સ સાથેની વાતચીતમાં ભારતીએ કહ્યું હતું કે તે ઘણું જ રડી હતી. દીકરો હજી 12 દિવસનો છે અને તે તેને ઘરે મૂકીને આવી હોવાથી તે ઉદાસ થઈ ગઈ હતી અને તે રડી હતી. જોકે, ભારતીએ સ્વીકાર્યું હતું કે કામ સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં.

ડિલિવરીના છેલ્લાં દિવસ સુધી કામ કર્યું
ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી કામ કર્યું હતું. સેટ પરનો વીડિયો વાઇરલ થયો હતો. ભારતી સિંહ પતિ સાથે જોવા મળી હતી.

2017માં લગ્ન કર્યા હતા
ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. હર્ષે 'PM નરેન્દ્ર મોદી બાયોપિક'ના સંવાદો લખ્યા હતા. આ ઉપરાંત તેણે 'મલંગ'નું ટાઇટલ ટ્રેક પણ લખ્યું હતું.

કરીનાએ ડિલિવરીના 18 દિવસ બાદ કામ શરૂ કર્યું
કરીના કપૂરે બીજી ડિલિવરીના 18 દિવસ બાદ જ કામ શરૂ કર્યું હતું. અનુષ્કા શર્મા બે મહિના બાદ કામ પર પરત ફરી હતી. નેહા ધૂપિયા, સૌમ્યા ટંડન, સુરવીન ચાવલાએ પણ ડિલિવરીના થોડાંક જ દિવસો બાદ કામ શરૂ કરી દીધું હતું.