ભારતી સિંહ પ્રેગ્નન્ટ:કોમેડિયને કહ્યું- 'મને પાંચમો મહિનો જાય છે, ડિલિવરી સુધી કામ કરવાની ઈચ્છા છે'

મુંબઈએક મહિનો પહેલા

કોમેડિયન ભારતી સિંહ તથા હર્ષ લિમ્બાચિયાએ થોડાં સમય પહેલાં જ ચાહકોને કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે પેરેન્ટ્સ બનવાના છે. ભારતી સિંહે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પ્રેગ્નન્સી અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પ્રેગ્નન્સીમાં કામ કરવા માગે છે.

હાલમાં પાંચમો મહિનો જાય છે
'બોમ્બે ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું, 'મને અત્યારે પાંચમો મહિનો જાય છે. ડિલિવરી આવતા વર્ષે એપ્રિલ એન્ડમાં થશે. હાલમાં મારે ઘણી જ સાવચેતી રાખવાની જરૂર છે. મારા પરિવારે મને આ અંગે વાત કરવાની ના પાડી હતી. પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી ચાર મહિના પૂરા ના થઈ જાય ત્યાં સુધી હું પ્રેગ્નન્સી વાત જાહેર ના કરું. ખરી રીતે તો મારી પ્રેગ્નન્સીના ત્રણ મહિના પૂરા થયા પછી મેં પરિવારને આ અંગે જણાવ્યું હતું.'

વધુમાં ભારતીએ કહ્યું હતું, 'અનેકવાર લોકો મજાક મજાકમાં પેરેન્ટ્સ બનવાનું કહેતા હતા. ત્યાં સુધી કે 'ડાન્સ દીવાને'ના સેટ પર હર્ષને બધા એમ કહેતા કે તું ક્યારેય પપ્પા બનીશ? હવે તે લોકોને કેમની કહું કે હું તો ઓલરેડી પ્રેગ્નન્ટ જ છું.'

હર્ષની આંખો ભીની થઈ ગઈ હતી
પતિ અંગે વાત કરતાં ભારતીએ કહ્યું હતું, 'જ્યારે તેણે આ સમાચાર સાંભળ્યાં ત્યારે તે ઘણો જ ખુશ થઈ ગયો હતો. તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેને બાળકો ઘણાં જ પસંદ છે. મારા કરતાં તે બાળકને વધુ સારી રીતે રાખશે. તે જીવનના આ નવા તબક્કાને લઈ ઘણો જ એક્સાઇટેડ છે. તે મારું ઘણું જ ધ્યાન રાખે છે.'

પ્રેગ્નન્સી માટે વજન પણ ઘટાડ્યું
ઉલ્લેખનીય છે કે ભારતીએ પ્રેગ્નન્સી માટે 15 કિલો જેટલું વજન પણ ઓછું કર્યું હતું. ભારતીએ કહ્યું હતું, 'કોરોનાકાળમાં મને ખ્યાલ આવ્યો કે હું હેલ્થી તથા ફિટ થઈ ગઈ છું. મને અસ્થમા છે. આથી જ મેં સ્વસ્થ રહેવા પર ભાર મૂક્યો અને વજન પણ ઘટાડ્યું. જોકે, આ દરમિયાન અમે ફેમિલી પ્લાનિંગ કર્યું નહોતું. આ બાળક તો ભગવાનના આશીર્વાદ છે. હું કાલ સુધી બાળકી હતી અને લોકો સાથે ફ્લર્ટ કરતી હતી. હવે આ બધું જ પૂરું થઈ ગયું.'

ભારતી તથા હર્ષ રિયાલિટી શો 'હુનરબાઝ'માં જોવા મળશે. આ શોના જજ કરન જોહર, પરિણીતી ચોપરા તથા મિથુન ચક્રવર્તી છે. ભારતીએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીમાં તે પતિ સાથે કામ કરીને ઘણી જ ખુશ છે. તે પોતાની પ્રેગ્નન્સીમાં કામ કરવા માગે છે. બાળકને પણ તેમની મહેનતનો ખ્યાલ આવે. આશા છે કે તે મોટો થઈને તેમના જેવો જ મહેનતી બને. તે હંમેશાં દુઆ કરે છે કે બાળક તેના પપ્પાની જેમ જ મહેનતી થાય. હર્ષ ડિલિવરી પહેલાં તમામ કામ પૂરા કરી લેવા માગે છે.

2017માં લગ્ન કર્યાં હતાં
ભારતી તથા હર્ષે 2017માં ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં હતાં. બંનેએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...