તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીવી ઇન્ડસ્ટ્રીને કોરોનાનો માર:ભારતી સિંહે ફીમાં ઘટાડો કર્યો, કહ્યું- '70-50% ઓછી ફીમાં કામ કરવું પડે છે'

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રીની કમર ભાંગી નાખી છે. ફિલ્મ રિલીઝ થઈ શકતી નથી. મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે થોડો સમય ટીવી સિરિયલના શૂટિંગ પણ અટકી ગયા હતા. આ જ કારણે એક્ટર્સ પર આર્થિક સંકટ ઊભું થયું હતું. અનેક એક્ટર્સ પાસે કામ નથી અને જેમની પાસે કામ છે, તેમણે ફીમાં ઘણો જ ઘટાડો કર્યો છે. કોમેડિયન ભારતી સિંહે પણ ફીમાં ઘટાડો કર્યો હોવાની વાત સ્વીકારી છે.

70-50% સુધી ફી ઘટાડી
એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતીએ 'ડાન્સ દીવાને' હોસ્ટ કરવા માટે ફીમાં 70 ટકાનો ઘટાડો કર્યો હતો. 'ધ કપિલ શર્મા શો' માટે ભારતીએ ફી 50 ટકા ઓછી કરી છે. આ અંગે ભારતીએ કહ્યું હતું કે બધાએ પે કટ સહન કરવો પડ્યો છે અને તે પણ અપવાદ નથી. તેણે ઘણું નેગોશિએશન કર્યું, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. પછી તેને અહેસાસ થયો કે છેલ્લાં એક વર્ષમાં કેટલું બધું કામ બંધ થઈ ગયું છે. ટીવી તથા શોને સ્પોન્સર મળતા નહોતા તો ચેનલ કેવી રીતે પૈસા લાવે. દરેક લોકો પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરે છે. એકવાર શોને સારું રેટિંગ મળશે તો સ્પોન્સર પણ પરત આવી જશે અને ફીમાં પણ વધારો થશે.

'ધ કપિલ શર્મા શો'ની ટીમ સાથે ભારતી સિંહ
'ધ કપિલ શર્મા શો'ની ટીમ સાથે ભારતી સિંહ

વધુમાં ભારતીએ કહ્યું હતું કે આટલા વર્ષોથી એક ચેનલમાં કામ કરીએ છીએ અને તે દરેક વાત માને છે. તો હવે જ્યારે તેઓ સામેથી મદદ માગે છે તો તેને નથી લાગતું કે કોઈ પણ આર્ટિસ્ટે ના પાડી હશે. જ્યારે સમય સારો હતો ત્યારે ચેનલે દરેક વાત માની અને ડિમાન્ડ પૂરી કરી. તેને ખ્યાલ છે કે બધાના પૈસા ઘટ્યા છે. જોકે, તે માને છે કે સેટ પર ટેક્નિશિયનના પૈસા ઘટાડવા જોઈએ નહીં. બધા સાથે રહીને કામ કરે છે અને આ પરિસ્થિતિમાં બહાર આવવાનો પ્રયાસ કરે છે. એક સમય એવો હતો કે બધું જ બંધ થઈ ગયું હતું અને ઘરમાં બેઠાં હતાં. તેઓ વિચારતા કે ક્યારે કામ શરૂ થશે અને જો કોઈ ઓછી ફી આપશે તો પણ તેઓ કામ કરશે. થોડાં મહિનામાં ગાડી ટ્રેક પર આવશે અને બધું જ સામાન્ય થઈ જશે.

કમબેકથી ખુશ
ભારતી ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં પરત ફરીને ઘણી જ ખુશ છે. તેણે કહ્યું હતું કે તે સાત મહિના પછી શોમાં પરત ફરી છે. આવા મુશ્કેલ સમયે કોમેડી શો જરૂર લાવવા જોઈએ. આ શોનો લાસ્ટ એપિસોડ જાન્યુઆરીમાં ટેલિકાસ્ટ થયો હતો.