ગુડ ન્યૂઝ:કોમેડિયન ભારતી સિંહ પ્રેગ્નન્ટ, એપ્રિલમાં ભારતી-હર્ષને ત્યાં ‘બેબી લિંબાચિયા’નું આગમન થશે, સો. મીડિયા પર જાહેરાત કરી

એક મહિનો પહેલા
  • ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં
  • યુટ્યુબ વીડિયો પર ગુડ ન્યૂઝ શૅર કર્યા

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયામાં ઘરે એપ્રિલ મહિનામાં નાનકડું મહેમાન આવવાનું છે. આ કપલે તેમની યુટ્યુબ ચેનલ લોલ લાઈફ ઓફ લિંબાચિયાઝ પર વીડિયો શૅર કરીને કહ્યું, ‘હમ મા બનને વાલે હૈ.’ ભારતી પ્રેગ્નન્ટ હોવાની ગુડ ન્યૂઝ સાંભળતાની સાથે જ સેલેબ્સે કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે.

‘અમે મમ્મી બનવાના છીએ’
વીડિયોની શરૂઆતમાં ભારતીએ કહ્યું, ‘છેલ્લા 6 મહિનાની જ્યારે પણ પ્રેગ્નન્સી ટેસ્ટ કરું છું ત્યારે કેમેરા જોડે રાખું છું. જેથી હું આ ગોલ્ડન મુવમેન્ટ કૅપ્ચર કરી શકું. જેવી બે લાઈન દેખાય છે તેવી જ ખુશીથી ઉછળી પડે છે. એ પછી તે હર્ષને આ ખુશ ખબરી આપવા જાય છે અને બંને વચ્ચે મસ્તી-મજાક ચાલુ થઈ જાય છે. હર્ષને તો આ વાત સિરિયસ નહીં લગતી પણ પછી તે માની ગયો. હર્ષ બોલ્યો, અમે મમ્મી બનવાના છીએ, ના ના, સોરી, હું પપ્પા બનીશ અને ભારતી મમ્મી બનશે.’

‘લલ્લી’ના રોલથી ફેમસ થઇ હતી
ભારતીને મૂળ ઓળખ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ(2008)’ની ચોથી સીઝનમાં મળી હતી. આ શોમાં તે ફાઈનલમાં સેકન્ડ રનર અપ રહી હતી. શોમાં તેણે પ્લે કરેલા કેરેક્ટરનું નામ ‘લલ્લી’ હતું, આ કેરેક્ટર દર્શકોને ઘણું ગમ્યું હતું.

ભારતી સિંહે 'ધ કપિલ શર્મા શૉ', 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' જેવા શૉમાં એક્ટિંગ પ્લસ એન્કરિંગ કર્યું છે. તે કૃષ્ણા અભિષેક સાથે ‘કોમેડી નાઈટ્સ બચાઓ’ અને ‘કોમેડી નાઈટ્સ લાઈવ’ પણ કરી ચૂકી છે.

ગરીબીમાં બાળપણ વીત્યું
ભારતીનું બાળપણ ગરીબીમાં વીત્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ભારતી સિંહે કહ્યું હતું, ‘હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ-બહેન છીએ. મારી માતાએ 17 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને તમે વિશ્વાસ નહિ કરો કે તે 23 વર્ષની ઉંમરે 3 બાળકોની માતા હતા.

હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં
ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ભારતી હર્ષથી 7 વર્ષ મોટી છે. બંનેએ લગભગ 7 વર્ષ ડેટિંગ કર્યા બાદ એકબીજાને પાર્ટનર તરીકે પસંદ કર્યા હતા. હર્ષે ‘પીએમ નરેન્દ્ર મોદી’ બાયોપિકના ડાયલોગ લખ્યા હતા. આ સિવાય ફિલ્મ ‘મલંગ’ના ટાઇટલ ટ્રેક પણ તેણે લખ્યા હતા.