'મલખાન'ને યાદ કરીને મિત્ર રડી પડ્યો:ઝેન ખાને કહ્યું, 'તે દિવસે સવારે દીપેશ મારી આગળ પડી ગયો હતો ને મારા હાથમાં છેલ્લાં શ્વાસ લીધા હતા'

મુંબઈ20 દિવસ પહેલા
ડાબે, દીપેશ ભાન, મિત્ર ઝેન ખાન. - Divya Bhaskar
ડાબે, દીપેશ ભાન, મિત્ર ઝેન ખાન.

'ભાબીજી ઘર પર હૈ' ફૅમ 41 વર્ષીય દીપેશ ભાનનું 23 જુલાઈના રોજ સવારે મોત થયું હતું. 25 જુલાઈના રોજ દીપેશ ભાનની પ્રેયર મીટ યોજવામાં આવી હતી. પ્રેયર મીટમાં પરિવારના સભ્યો તથા સિરિયલના કો-સ્ટાર્સ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. પ્રેયર મીટમાં દીપેશનો ખાસ ફ્રેન્ડ ઝેન ખાન પણ આવ્યો હતો. ઝેન ખાન જ દીપેશને હોસ્પિટલ લઈ ગયો હતો.

દીપેશે 2019માં લગ્ન કર્યા હતા.
દીપેશે 2019માં લગ્ન કર્યા હતા.

શું કહ્યું ઝેન ખાન?
'ઇ ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઝેન ખાને કહ્યું હતું, 'સવારના 7.20 વાગ્યા હતા. હું ને દીપેશ એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ. તે મારી તરફ ભાગતો આવ્યો. તે ક્રિકેટ રમવા માગતો હતો. તે ક્યારેય શનિવારે ક્રિકેટ રમતો નથી. શનિવારે તેણે શૂટિંગ માટે જવાનું હોય છે, પરંતુ તે દિવસે મોડું શૂટિંગ હતું. તે મને ઘણો જ સપોર્ટ કરતો. અમે કામ અંગે ચર્ચા પણ કરતા.'

દીપેશની પત્ની તથા શુભાંગી અત્રે (રેડ સર્કલમાં ડાબી બાજુ)
દીપેશની પત્ની તથા શુભાંગી અત્રે (રેડ સર્કલમાં ડાબી બાજુ)

'મારા હાથમાં મેં મારો મિત્ર ગુમાવ્યો'
વધુમાં ઝેને કહ્યું હતું, 'દીપેશ બોલિંગ ટીમ તો હું બેટિંગ ટીમમાં હતો. તેણે આખી ઓવર બોલિંગ કરી અને પછી તે મારી પાસે કેપ લેવા આવ્યો હતો. તે મારા પગ આગળ પડી ગયો હતો અને મને ખ્યાલ આવી ગયો કે તે શ્વાસ લઈ શકતો નથી. મને એકદમ આંચકો લાગ્યો. મેં ક્યારેય તેને આ રીતે જોયો નહોતો. તે હંમેશાં એક્ટિવ રહેતો. દીપેશની તબિયત ક્યારેય ખરાબ થઈ હોય તેવું બન્યું જ નહોતું. તે બધાને હસાવતો રહેતો હતો. અમે સુધબુધ ખોઈ બેઠા હતા. અમે તાત્કાલિક એબ્યૂલન્સને ફોન કર્યો, પરંતુ અમે સમય બગાડવા માગતા નહોતા. અમે એમબ્યૂલન્સની રાહ જોયા વગર જ અમારી કાર લીધી અને તરત જ હોસ્પિટલ ભાગ્યા. કમનસીબે હોસ્પિટલમાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હું કોઈની સાથે વાત કરી શકું તેવી સ્થિતિમાં નહોતો. મીડિયા મને સતત ફોન કરતી હતી, પરંતુ હું તે ક્ષણ હજી સુધી ભૂલી શક્યો નથી. મેં મારા હાથમાં મારો મિત્ર ગુમાવ્યો હતો. આ વાત હું જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં.'

દીપેશના દીકરાનો જન્મ જાન્યુઆરી, 2021માં થયો હતો.
દીપેશના દીકરાનો જન્મ જાન્યુઆરી, 2021માં થયો હતો.

ઝેન ખાને ઉમેર્યું હતું, 'દીપેશનો દીકરો મીત ઘણો જ નાનો છે. હું મીત સાથે રમતો. તે મને ચાચુ કહીને બોલાવે છે. મીતને ગાવાનો ઘણો જ શોખ છે અને દીપેશ ઈચ્છતો હતો કે તેનો દીકરો મોટો થઈને સિંગર બને. તેના બધા સપના હવે સપના બનીને જ રહી ગયા, પરંતુ હું મીત માટે ચોક્કસથી કંઈક કરીશ.'

દીપેશે મોતના થોડાં દિવસ પહેલાં જ નવો ફોન લીધો હતો.
દીપેશે મોતના થોડાં દિવસ પહેલાં જ નવો ફોન લીધો હતો.

દીપેશ અંગે અફવાઓ ફેલાવવાનું બંધ કરો
ઝેને વિનંતી કરી હતી કે દીપેશ અંગે એવી વાતો ફેલાવવામાં આવી છે કે તે વધુ પડતાં કલાકો જિમમાં પસાર કરતો હતો. આ વાત સાચી નથી. તે ભણેલો-ગણેલો હતો. તેને ખ્યાલ છે કે કેટલા કલાક વર્કઆઉટ કરવું જોઈએ. આવી વાતો ના કરશો અને થોડાં લાગણીશીલ બનો.

દીપેશે છેલ્લાં એક વર્ષમાં માતા-પિતા તથા ભાઈ ગુમાવ્યા હતા.
દીપેશે છેલ્લાં એક વર્ષમાં માતા-પિતા તથા ભાઈ ગુમાવ્યા હતા.

દીપેશની પત્નીના માથે દેવું આવ્યું
દીપેશે મુંબઈમાં ઘર લીધું હતું અને તે માટે લોન લીધી હતી. દીપેશના મોત બાદ હવે તેની પત્નીના માથે લાખો રૂપિયાની લોન પડકારરૂપ બની છે. દીપેશની પત્ની હાઉસવાઇફ છે. દીકરો હજી 18 મહિનાનો છે. સિરિયલમાં સૌમ્યા ટંડને અનિતા ભાભીનો રોલ પ્લે કર્યો હતો. સૌમ્યા ટંડને કહ્યું હતું કે તે દીપેશની પત્ની ને દીકરાનું ધ્યાન રાખશે.