વાઇરલ તસવીરો:કપિલ શર્મા સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો, મોડલની જેમ નખરા કરવા ગયો તો જાતે જ હસી પડ્યો

મુંબઈ3 મહિનો પહેલા

કપિલ શર્મા શાનદાર એક્ટર, કોમેડિયન હોવાની સાથે સાથે મોડલ પણ છે. આ વખતે કપિલ શર્મા મોડલની જેમ રેમ્પ વૉક કરતો જોવા મળ્યો હતો. જોકે, અહીંયા પણ તે કોમેડી કરવાનું ભૂલ્યો નહોતો.

મોડલ સાથે રેમ્પ વૉક કર્યું
મુંબઈમાં રવિવાર, 21 ઓગસ્ટની રાત્રે બેટી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો અનુ રંજને કર્યો હતો. કપિલ શર્મા ફેશન શોમાં મોડલ સાથે રેમ્પ વૉક કરતો જોવા મળ્યો હતો. કપિલ શર્માએ રેમ્પ વૉકની શરૂઆત તો બરોબર કરી હતી, પરંતુ છેલ્લે તે પોતાના અંદાજમાં આવી ગયો હતો અને તેણે કોમેડી કરી હતી. કપિલ શર્માએ મોડલની જેમ પોઝ આપવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ તે પોતે જ હસી પડ્યો હતો. કપિલ શર્માનો સ્ટાઇલિશ લુક ગિન્ની ચતરથે ડિઝાઇન કર્યો હતો.

રેમ્પ પર કપિલ શર્મા.....

યુઝર્સે રણવીર સિંહની કૉપી કરી હોવાનું કહ્યું
કપિલ શર્માના રેમ્પ પર કેટવૉક કરતાં વીડિયો ને તસવીરો વાઇરલ થઈ છે. કેટલાક યુઝર્સે કપિલના લુકને રણવીર સિંહથી પ્રેરિત હોવાનું કહ્યું હતું તો કેટલાકે પર્ફેક્ટ હોવાની કમેન્ટ કરી હતી. કેટલાકે કપિલને દેશનો બેસ્ટ કોમેડિયન કહ્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે કૉપી ના કરો. આમ જ સારો લાગે છે. અન્ય એકે કહ્યું હતું કે કરન જોહર ક્યાંથી આવી ગયો. ઘણાં યુઝર્સે કપિલને 'રણવીર 2.0' કહ્યો હતો.

'ધ કપિલ શર્મા શો' ફરી આવશે
કપિલ શર્માએ 'ધ કપિલ શર્મા શો'ના પ્રોમોનું શૂટિંગ શરૂ કર્યું છે. પ્રોમો શૂટમાં અર્ચના પૂરન સિંહ પણ જોવા મળી હતી. આ શો 15 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે.