તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ટપુડા પહેલાં મુનમુન દત્તાનું બે એક્ટર સાથે જોડાઈ ચૂક્યું છે નામ, વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી!

મુંબઈ13 દિવસ પહેલા
  • મુનમુન દત્તાની પહેલી કમાણી 125 રૂપિયા હતા, આજે દર મહિને મળે છે 2 લાખ રૂપિયાનો પગાર.
  • મુનમુન દત્તાની નેટવર્થ 14 કરોડ રૂપિયાની આસપાસ છે.

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્રો પર ચાહકો અઢકળ પ્રેમ વરસાવે છે. હાલમાં જ સિરિયલમાં બબીતાનું પાત્ર ભજવતી મુનમુન દત્તા તથા ટપુ એટલે કે રાજ અનડકટ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. મુનમુન દત્તા આ સિરિયલથી જ ચાહકોમાં લોકપ્રિય થઈ છે.

'તારક મહેતા'થી ઓળખ મળી
33 વર્ષીય મુનમુન દત્તાને 'તારક મહેતા'થી અલગ ઓળખ મળી હતી. જુલાઈ 2008થી આ શો શરૂ થયો છે. ટીવીની હિસ્ટ્રીમાં સૌથી લાંબા ચાલનારા શોની યાદીમાં 'તારક મહેતા' પાંચમા સ્થાને છે. આ શોના 3000થી વધુ એપિસોડ પ્રસારિત થયા છે.

2004માં ટીવી ડેબ્યૂ કર્યું હતું
મહારાષ્ટ્રના પુનામાં રહેતી મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. મુનમુન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.

6 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરી હતી
મુનમુન દત્તાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેણે એક્ટિંગ કરી હતી. આ કામ બદલ તેને 125 રૂપિયા મળ્યા હતા.

'તારક મહેતા'માં મળે છે આટલા રૂપિયા
મુનમુન દત્તાને 'તારક મહેતા..'માં કામ કરવા બદલ દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર ઉપરાંત એપિસોડ દીઠ 50-70 હજાર રૂપિયા ફી મળે છે. નોંધનીય છે કે ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે, ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર આપે છે. દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મુનમુન દત્તાની નેટવર્થ 14 કરોડ રૂપિયાની આસપાસ છે.

રાજ અનડકટ પહેલાં આ સેલેબ્સ સાથે નામ જોડાયું ચૂક્યું છે
મુનમુન દત્તાનું નામ એક્ટર અરમાન કોહલી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ટીવી એક્ટ્રેસ ડોલી બ્રિન્દ્રાએ કહ્યું હતું કે 2008માં મોરેશિયસ અરમાન તથા મુન મુન દત્તા વેલેન્ટાઇન ડે સેલિબ્રિટ કરવા ગયા હતાં. કોઈ વાત પર આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં અરમાન કોહલીએ પોતાની પ્રેમિકા મુનમુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, આટલું જ નહીં અરમાને પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અરમાનની મોરેશિયસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. કોર્ટમાં અરમાને દંડ પણ ભરવો પડ્યો હતો. ડોલી બ્રિન્દ્રા પતિ કૈઝાદ સાથે અહીંયા જ હતાં અને તેમણે મુનમુન દત્તાનો જીવ બચાવ્યો હતો. ડોલીના જણાવ્યા પ્રમાણે, અરમાને પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે બિલ્ડિંગ પરથી નીચે કૂદકો મારવા જતો હતો.

અરમાન અને મુનમુન આ વાત નકારી ચૂક્યા છે
મુનમુન દત્તાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે અરમાન કોહલી સાથેના તેના સંબંધો હોવાના ફૅક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો. તે છેલ્લાં ઘણાં સમયથી આ સમાચાર પર કોઈ રિએક્શન આપતી નહોતી, કારણ કે તેને લાગતું હતું કે આ બધું બંધ થઈ જશે. જોકે, એવું થયું નહીં અને તેથી જ હવે જો કોઈ આ પ્રકારના ન્યૂઝ પબ્લિશ કરશે તો તે તેને કોર્ટમાં લઈ જશે. તો અરમાન કોહલીએ કહ્યું હતું કે તે કોઈ મુનમુન દત્તા નામની યુવતીને ઓળખતો નથી. તેને આ યુવતી પ્રત્યે સહાનુભૂતિ છે, કારણ કે તેના નામની બદનામી થાય છે.

એક્ટર વિનય જૈન સાથે લગ્નની અફવા ઉડી હતી
એક સમયે મુનમુન દત્તાના લગ્નની ચર્ચા ટીવી એક્ટર વિનય જૈન સાથે થતી હતી. વિનય જૈને 'આંધી', 'ઇશ્ક સુભાન અલ્લાહ', 'દેખ તમાશા દેખ' તથા 'સ્વાભિમાન' જેવી સિરિયલમાં કામ કર્યું છે. મુનમુન તથા વિનય ઘણીવાર સાથે જોવા મળ્યાં હતાં. આથી જ તેમના લગ્નની ચર્ચા થવા લાગી હતી. જોકે, પછી મુનમુને સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર મિત્ર છે. તે કરિયર પર ફોકસ કરવા માગે છે.

#MeToo અભિયાન સાથે જોડાઈ હતી
2018માં જ્યારે ભારતમાં પણ #MeToo અભિયાનની શરૂઆત થઈ ત્યારે મુનમુને પોતાની આપવીતી દુનિયા સુધી પહોંચાડી હતી. મુનમુને પોતાની પોસ્ટમાં નાનપણમાં થયેલી ઘટના અંગે વાત કરી હતી. મુનમુને કહ્યું હતું, 'હું કંઈક એવું લખી રહી છું, જે શોકિંગ છે. હું મારી બાજુમાં રહેતા અંકલથી ઘણી જ ડરતી હતી. તે તક મળે એટલે તરત જ મને જોરથી પકડી લેતા હતા અને પછી ધમકી આપતા હતા કે હું આ વાત કોઈને કહું નહીં.'

'મારા ટ્યૂશન ટીચરે પણ મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આટલું જ નહીં, એક અન્ય ટીચરને તો હું રાખડી બાંધતી હતી. તે ક્લાસમાં યુવતીઓની સાથે અભદ્રતા કરતો અને ગમે ત્યાં હાથ મારતો હતો. આ બધું એટલા માટે થતું હોય છે, કારણ કે તમે બહુ જ ડરી જાવ છો. તમને લાગે છે કે તમે અવાજ ઉઠાવી શકશો નહીં. ડરને કારણે તમારા મોંમાંથી અવાજ પણ બહાર આવી શકતો નથી. તમને લાગે છે કે તમે આ વાત કેવી રીતે પેરેન્ટ્સને કહેશો.'