તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 વર્ષ બાદ કોન્ટ્રોવર્સિયલ ક્વીન રાખી સાવંત ફરી એકવાર રિયાલિટી શો 'બિગ બોસ'માં જોવા મળશે. આ વખતે શોના મેકર્સે ઘરમાં જૂના સ્પર્ધકોને ફરી એકવાર શો જીતવાની તક આપી છે. રાખી સાવંત ઉપરાંત વિકાસ ગુપ્તા, કાશ્મીરા શાહ, મનુ પંજાબી, રાહુલ મહાજન તથા અર્શી ખાન 'બિગ બોસ'ના ઘરમાં જોવા મળશે. 'બિગ બોસ'ના ઘરમાં જતાં પહેલાં રાખીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.
છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં મારી સાથે ઘણું જ ખરાબ થયું
રાખીએ કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારી સાથે ઘણી જ ખરાબ ઘટના બની, જેને કારણે મારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો. હું છેલ્લાં કેટલાંક સમયથી કામ કરતી નહોતી. મારું અંગત જીવન ચઢાવ-ઊતારમાંથી પસાર થયું. મારી સાથે જે પણ બન્યું તેને કારણે હું કામ પર ફોકસ કરી શકતી નહોતી. મારી સાથે વિશ્વાસઘાત થયો. મને અનેક લોકોએ છેતરી અને પૈસા લઈ લીધા. છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં મારી સાથે ઘણું જ ખરાબ થયું. હું ફ્રોડ વ્યક્તિનો શિકાર પણ બની.'
ગુજરાન ચલાવવા ઘરેણાં તથા પ્રોપર્ટી સુદ્ધાં વેચી
વધુમાં રાખીએ કહ્યું હતું, 'આટલા સમયથી કામ ના કર્યું એટલે મારે આર્થિક સમસ્યમાંથી પસાર થવું પડ્યું. મારે ગુજરાન ચલાવવા માટે મારા ઘરેણાં તથા પ્રોપર્ટી સુદ્ધાં વેચવી પડી. આવો ખરાબ સમય મેં મારા જીવનમાં આ પહેલાં ક્યારેય જોયો નહોતો. મેં મારી મહેનતની કમાણીથી મારા સપનાઓ પૂરા કર્યાં હતાં. મેં તે સપનાઓને તૂટતા જોયા છે. 'બિગ બોસ'ના ઘરમાં હું મારી આખી આત્મકથા કહીશ અને દર્શકોને મારી આપવીતી જણાવીશ.'
દરેક વાતનો ઘટસ્ફોટ કરીશ
સૂત્રોના મતે, રાખી શોમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી પણ વાતો કરશે. આ અંગે રાખીએ કહ્યું હતું, 'હા, આ વાત સાચી છે. જોકે, આ અંગે હું હાલમાં કંઈ ના કહી શકું. હું એન્ટરટેઈનર છું અને ચાહકોને વચન આપું છું કે આ વખતે પણ તેઓ ઘરમાં મને એન્ટરટેઈનમેન્ટ કરતાં જ જોશે. સુશાંતથી લઈ મારા અંગત જીવન સુધી, હું તમામ વાતોનો ઘટસ્ફોટ કરીશ.'
ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશ
રાખી છેલ્લાં કેટલાંક દિવસોથી લખનઉમાં વેબ સિરીઝનું શૂટિંગ કરતી હતી. આ દરમિયાન તેને 'બિગ બોસ'ની ઓફર મળી તો તે ના પાડી શકી નહીં. તેણે કહ્યું હતું, '14 વર્ષ બાદ મને 'બિગ બોસ'ની ઓફર મળી તો હું કેવી રીતે ના પાડું. આ શો મારા માટે ખાસ છે. મેં પહેલાં જે ધમાલ કરી હતી તેવી જ ધમાલ આ સિઝનમાં કરીશ. આ વખતે ટ્રોફી મને મળે તેવો પ્રયાસ કરીશ. વેબ સિરીઝનું અડધું શૂટિંગ પૂરું કર્યું છે અને જ્યારે શોમાંથી બહાર આવીશ ત્યારે બાકીનું પૂરું કરીશ. રાખી હાલમાં ક્વૉરન્ટીનમાં છે. તે આ વીકેન્ડમાં શોમાં એન્ટ્રી લેશે.
લગ્ન કર્યાં હોવાની ચર્ચા
રાખીએ આ વર્ષે લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. રાખીએ કહ્યું હતું કે તેનો પતિ લંડનમાં રહે છે. જોકે, આજ સુધી રાખીએ પોતાના પતિની તસવીર બતાવી નથી. લગ્નની તસવીરો એ રીતે પોસ્ટ કરી હતી કે જેમાં તેનો પતિ રિતેશ ના દેખાય.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.