તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટીવી સેલેબ્સનું ડ્રગ કનેક્શન:NCBને ટીવી સેલેબ્સ અબીગેલ-સનમના ઘરેથી ગાંજો મળી આવ્યો, સિદ્ધાર્થ શુક્લા-રાહુલ મહાજન સહિત આ છ જાણીતા ટીવી સ્ટાર્સ ડ્રગ્સમાં ફસાઈ ચૂક્યા છે

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડમાં હાલમાં ડ્રગ્સની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી બોલિવૂડના જાણીતા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી બાજુ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસના નામ પણ સામે આવ્યા છે. ટીવી સેલેબ્સ અબીગેલ પાંડે તથા સનમ જોહરનું નામ પણ આવી ચૂક્યું છે અને NCBએ બંનેની પૂછપરછ કરી હતી. ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ આ બંનેના નામ આપ્યા હતા. NCBએ 23 સપ્ટેમ્બરના રોજ ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન તેમને થોડી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. હવે બીજીવાર તેમની પૂછપરછ કરવામાં આવશે.

માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા નામોનો ડ્રગ્સ સાથે સંબંધ રહી ચૂક્યો છે. કોઈએ ડ્રગ એડિક્ટ હોવાની વાત સ્વીકારી છે તો કોઈએ આ વાત માનવાની ના પાડી દીધી છે.

સૌરભ પાંડેઃ ભગવન શ્રીકૃષ્ણનો રોલ પ્લે કરનાર સૌરભ પાંડેને ડ્રગ્સ લત લાગી હતી. દિવ્ય ભાસ્કરના એક ઈન્ટરવ્યૂમાં સૌરભે કહ્યું હતું, 'સામાન્ય રીતે ડ્રગ્સ લેવાના અનેક કારણો હોય છે. કોઈ કંટાળો આવે એટલે લે છે તો કોઈક મુશ્કેલીઓથી દૂર ભાગવા માટે લે છે. ડ્રગ્સની અલગ જ દુનિયા છે. જોકે, આ વાત સારી નથી. સમસ્યાઓથી દૂર ભાગવાથી મુશ્કેલીઓ દૂર થવાને બદલે વધી જાય છે. જો તમે તમારા દિલની વાત સાંભળો તો તે તમને કહેશે કે શું સાચું છે. મેં પણ મારા મનની વાત સાંભળી અને પછી ક્યારેય ડ્રગ્સ ના લેવાનો નિર્ણય લીધો. હું રિહેબ સેન્ટરમાં રહ્યો અને પછી આમાંથી બહાર આવ્યો. મેં નક્કી કર્યું હતું કે ડ્રગ્સને કારણે હું મારું જીવન ક્યારેય બરબાદ કરીશ નહીં.'

સૈરભ પાંડેએ ડ્રગ લીધું હોવાની વાત સ્વીકારી હતી
સૈરભ પાંડેએ ડ્રગ લીધું હોવાની વાત સ્વીકારી હતી

કોમેડિયન સિદ્ધાર્થ સાગરઃ ગયા વર્ષે દિવ્ય ભાસ્કરના એક ઈન્ટરવ્યૂમાં કોમેડિયન સિદ્ધાર્થે કહ્યું હતું કે તેના જીવનમાં એક સમય આવ્યો હતો કે તે એકલો હતો. તે સમય ઘણો જ તકલીફદાયક હતો. આ દરમિયાન તેને કોઈએ એક એવો પદાર્થ લેવાની સલાહ આપી અને તેનાથી તેને રાહત મળી હતી. પછી તે આ પદાર્થનો આદી બની ચૂક્યો હતો. આમાંથી બહાર આવવા માટે તેણે પોતાની માતાને રિહેબ સેન્ટરમાં એડમિટ હોવાની વાત કહી હતી. સેન્ટરમાં સિદ્ધાર્થનો અનુભવ ઘણો જ દર્દનાક રહ્યો હતો. સિદ્ધાર્થના મતે તેને ત્યાં માર મારવામાં આવતો હતો. થોડાં મહિના ત્યાં રહ્યા બાદ સિદ્ધાર્થ પોતાના મેનેજરની મદદથી સેન્ટરમાંથી બહાર આવ્યો હતો.

રિહેબ સેન્ટરમાં સિદ્ધાર્થ સાગરને હેરાન કરવામાં આવ્યો. અઢી વર્ષ બાદ 'ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન'થી કમબેક કર્યું
રિહેબ સેન્ટરમાં સિદ્ધાર્થ સાગરને હેરાન કરવામાં આવ્યો. અઢી વર્ષ બાદ 'ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન'થી કમબેક કર્યું

સિદ્ધાર્થ શુક્લાઃ ગયા વર્ષે રશ્મિ દેસાઈએ 'બિગ બોસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લા પર ડ્રગ્સનો આક્ષેપ મૂક્યો હતો. 'બિગ બોસ'ના ઘરમાં એક ટાસ્ક દરમિયાન રશ્મિ તથા સિદ્ધાર્થ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે રશ્મિએ સિદ્ધાર્થને નશાખોર તથા ડ્રગિસ્ટ કહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ પોતાના ટીવી શો 'દિલ સે દિલ તક'ના સેટ પર પણ ડ્રગ્સ લેતો હતો અને તેને કારણે તે બહુ જ એગ્રેસિવ થઈ જતો હતો. આ જ કારણે તે સેટ પર ઝઘડાઓ કરતા હતા. જોકે, સિદ્ધાર્થે આ અંગે ક્યારેય વાત કરી નથી.

સિદ્ધાર્થ શુક્લા પણ રિહેબ સેન્ટરમાં રહ્યો છે પરંતુ તેણે આ અંગે વાત કરી નથી
સિદ્ધાર્થ શુક્લા પણ રિહેબ સેન્ટરમાં રહ્યો છે પરંતુ તેણે આ અંગે વાત કરી નથી

અપૂર્વ અગ્નિહોત્રી-શિલ્પા સકલાનીઃ વર્ષ 2012માં ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કપલ અપૂર્વ તથા શિલ્પા મુંબઈમાં યોજાયેલ એક રેવ પાર્ટીમાં પકાડાયા હતા. મેડિકલ તપાસ બાદ બંને ડ્રગ પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. જોકે, અપૂર્વ તથા શિલ્પાએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને ખ્યાલ નહોતો કે ત્યાં રેવ પાર્ટી ચાલે છે. શિલ્પાએ કહ્યું હતું કે સેલિબ્રિટી હોવાને કારણે તેમની સાથે આમ કરવામાં આવ્યું હતું.

રેવ પાર્ટીમાં પકાડાયા બાદ બંનેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા
રેવ પાર્ટીમાં પકાડાયા બાદ બંનેના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા

રાહુલ મહાજનઃ 'બિગ બોસ' ફૅમ રાહુલ મહાજનને વર્ષ 2006માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. જોકે, પછી બે લાખ રૂપિયા પર જામીન મળી ગયા હતા. રાહુલે એક ઈન્ટરવ્યૂમાં ડ્રગ એડિક્ટ હોવાની વાત સ્વીકારી નહોતી.

2006માં રાહુલ મહાજન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો
2006માં રાહુલ મહાજન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો