'આનંદી'ની તસવીરો વાઇરલ:'બાલિકા વધૂ' ફૅમ અવિકા ગોર બિકીનીમાં જોવા મળી, ચાહકોએ કહ્યું- 'ગોલ્ડન ફીશ..'

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવિકા ગોરે સોશિયલ મીડિયામાં બિકીની તસવીરો શૅર કરી

લોકપ્રિય ટીવી સિરિયલ 'બાલિકા વધૂ'માં આનંદીનું પાત્ર ભજવીને ઘેર-ઘેર જાણીતી બનનાર 24 વર્ષીય અવિકા ગોરે માલદિવ્સ વેકેશનની થ્રોબેક તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં અવિકા ગોર ટૂ પીસ બિકીનીમાં જોવા મળી હતી.

દરિયામાં જોવા મળી
અવિકાએ સોશિયલ મીડિયામાં માલદિવ્સ વેકેશનની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અવિકા બ્લૂ બિકીનીમાં જોવા મળે છે. અવિકા ગોરને બિકીનીમાં જોતા જ ચાહકોએ તેના વખામ કર્યા હતા. કેટલાંક યુઝર્સે અવિકાને 'ગોલ્ડન ફીશ' કહી હતી. અન્ય એક ચાહકે કહ્યું હતું, 'ઉફ્ફ... કેટલી હોટ છે.'

અવિકાએ સો.મીડિયામાં શૅર કરેલી તસવીર.
અવિકાએ સો.મીડિયામાં શૅર કરેલી તસવીર.
અવિકાની આ તસવીરો થ્રોબેક તસવીરો છે.
અવિકાની આ તસવીરો થ્રોબેક તસવીરો છે.

ટ્રાન્સફોર્મેશન બાદ ચર્ચામાં
અવિકા ગોર વજન ઘટાડ્યા બાદ સતત ચર્ચામાં રહી છે. તે સો.મીડિયામાં પોતાના કિલર લુકની તસવીરો શૅર કરતી હોય છે. ટ્રેડિશનલ આઉટફિટથી લઈ બિકીની, મોનોકિનીમાં અવિકા ગોર ઘણી જ સેક્સી લાગતી હોય છે.

2019માં અવિકા 'ખતરો કે ખિલાડી'માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
2019માં અવિકા 'ખતરો કે ખિલાડી'માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

2020માં 13 કિલો વજન ઘટાડ્યું
અવિકાએ સોશિયલ મીડિયામાં પોતાની 'વેઈટ જર્ની' અંગે વાત કરી હતી. અવિકાએ કહ્યું હતું કે તે ક્યારેય પોતાના શરીર પર ધ્યાન આપતી નહોતી અને ગમે તે ખાતી રહેતી હતી. જોકે, એકવાર તેણે પોતાની જાતને અરીસામાં જોઈ તો તે રડી પડી હતી અને પછી તેણે વજન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. અવિકાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકોને નવાઈ લાગી હતી.

અવિકા તથા મિલિંદ
અવિકા તથા મિલિંદ

મિલિંદ ચાંદવાણી સાથે સંબંધો
અવિકાએ સોશિયલ મીડિયામાં 'રોડીઝ'ના પૂર્વ સ્પર્ધક તથા સોશિયલ એક્ટિવિસ્ટ મિલિંદ ચાંદવાણી સાથે સંબંધો હોવાની વાત કહી હતી. મિલિંદ સાથેના ગોવા વેકેશનની તસવીરો શૅર કરી છે. તેણે કહ્યું હતું, 'મારી પ્રાર્થના કુબૂલ થઈ. મને મારો પ્રેમ મળી ગયો. આ દયાળું વ્યક્તિ મારી છે અને હું તેની. હંમેશાં...આપણે બધા આવો પાર્ટનર ઈચ્છે છીએ, જે આપણને સમજે, વિશ્વાસ કરે, આપણને પ્રોત્સાહન આપે અને આપણી કાળજી લે. જોકે, આપણને લાગે છે કે આવો પાર્ટનર મળવો અશક્ય છે. તો મને પણ આ બધું સપના જેવું લાગતું હતું, પરંતુ આ સત્ય છે. હું તમામ માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે જેવું હું ફીલ કરું છું, તેવું બધા જ ફીલ કરે. હું ભગવાનનો આભાર માનું છે કે તેમણે મને આ અનુભવ કરાવ્યો, કારણ કે આ મારા જીવનનું સૌથી મહત્ત્વનું ચેપ્ટર રહેવાનું છે. ના ના હું અત્યારે લગ્ન કરવાની નથી. જોકે, લોકો શું કહેશે તેવા વિચારો તો આવવા જ લાગ્યા છે. આથી જ આ પ્રેમ અંગે જાહેરમાં કહેવા માગતી હતી. કોઈ મારી દુનિયામાં મારી ખુશીઓ બનીને આવ્યું છે.'

નાગ ચૈતન્ય સાથે અવિકા.
નાગ ચૈતન્ય સાથે અવિકા.

સાઉથની ફિલ્મમાં કામ કર્યું
અવિકાએ 2008માં ટીવી સિરિયલ 'બાલિકા વધૂ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલને કારણે અવિકા ઘણી જ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ તે 'સસુરાલ સિમર કા', 'લાડોઃ વીરપુર કી મર્દાની' તથા 'ઝલક દિખલાજા', 'બોક્સ ક્રિકેટ લીગ', 'ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી'માં જોવા મળી હતી. 2013માં અવિકાએ તેલુગુ તથા કન્નડ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. હવે અવિક ગોર 'થેંક્યૂ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ હીરો નાગ ચૈતન્ય છે.