તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિરિયલનાં સ્ટાર્સની વિદાય:‘બાલિકા વધૂ’ની જોડી તૂટી, પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કરી, સુરેખા સિક્રીને કાર્ડિયક અરેસ્ટ અને સિદ્ધાર્થને હાર્ટ-અટેક આવ્યો

15 દિવસ પહેલા
  • 16 જુલાઈ.2021ના રોજ દાદીસાનું મૃત્યુ થયું હતું
  • 1 એપ્રિલ 2016ના રોજ પ્રત્યુષાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું

ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’ ઘરે-ઘરે ફેમસ થઇ હતી. આ સિરિયલના કેરેક્ટરે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. એક્ટર સિદ્ધાર્થ શુક્લા પણ આ જ સિરિયલ પછી ફેમસ થયો હતો અને વધારે લોકો તેને ઓળખતા થયા હતા.

પ્રત્યુષાએ આત્મહત્યા કરી હતી
સિરિયલમાં અવિકા ગૌરે નાની આનંદીનો રોલ પ્લે કર્યો હતો જ્યારે યંગ આનંદીનો રોલ પ્રત્યુષા બેનર્જીએ કર્યો હતો. સિદ્ધાર્થ આ સિરિયલમાં આશરે 8 વર્ષ પહેલાં દેખાયો હતો. સિરિયલમાં દર્શકોને પ્રત્યુષા બેનર્જી અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ખૂબ ગમી હતી. 1 એપ્રિલ 2016ના રોજ પ્રત્યુષાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક્ટ્રેસ 24 વર્ષની ઉંમરે દુનિયા છોડી દેશે.

16 જુલાઈએ દાદીસાનું મૃત્યુ થયું
ટીવી સિરિયલ 'બાલિકા વધૂ'માં દાદીસાનો રોલ પ્લે કરનારા સુરેખા સિક્રીનું 2 મહિના પહેલાં અવસાન થયું હતું. દિગ્ગજ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ સુરેખા સિક્રીનું કાર્ડિયક અરેસ્ટને કારણે 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

બે વર્ષમાં બેવાર બ્રેન સ્ટ્રોક
સુરેખાને 2018માં મહાબળેશ્વરના એક ટીવી શોના શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ પડી ગયાં હતાં અને માથામાં ઈજા થઈ હતી. એ સમયે ચર્ચા હતી કે તેમને પેરાલિસિસ થઈ ગયો હતો, જોકે પછી તેઓ ઠીક થઈ ગયાં હતાં.

હાર્ટ-અટેકને લીધે શિવે દુનિયાને અલવિદા છોડી
સિદ્ધાર્થે ‘બાલિકા વધૂ’ સિરિયલમાં શિવનો રોલ પ્લે કર્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેક આવવાને લીધે સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ થયું. સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની ચર્ચા થઈ રહી છે. સિદ્ધાર્થનું હાલ કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.

સિદ્ધાર્થ એક સાદું જીવન જીવવાનું પસંદ કરતો હતો. એક્ટર અવારનવાર ફરતો જોવા મળતો હતો. બિગ બોસ 13 જીત્યા બાદ તે ઘણો લોકપ્રિય થયો હતો. આખા દેશમાંથી તેને ઘણા વોટ મળ્યા હતા. તાજેતરમાં એક્ટરે પોતાનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું, જ્યાં તે ‘બ્રોકન બટ બ્યુટિફુલ’માં જોવા મળ્યો હતો.